વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે દેશના લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે તેમની ફરજ છે અને મતદાન એ લોકશાહીનો પર્વ છે. અને તેની ઉજવણી દેશના સર્વે નાગરિકો કરતાં હોય છે ત્યારે લોકો અનેક મુદાઓ આવરીને પોતાનો અમૂલ્ય મત આપતા હોય છે. ત્યારે સરકાર કોઈપણ પ્રકારની નાગરિકોને તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવી રહી છે. સંપૂર્ણ સ્વસ્થ લોકો મતદાન કરવા માટે મતદાનબૂથ પર જઈ મતદાન કરી શકે છે પણ વયોવૃધ્ધ , વિકલાંગો, અશક્ત લોકો બૂથ પર જઈ મતદાન કરી શકે નહીં તે માટે સરકાર દ્વારા તેવા લોકો માટે તેમના ઘરેજ બેલેટ પેપરથી તેઓ મતદાન કરી તેમના અમૂલ્ય મત ને તેમના ગમતા પક્ષને આપી પસંદ કરી શકે તે માટે સરકારે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે.
આજથી શરુ થયેલ ચુંટણી માટે ઘેર હાજર મતદારો કે જે મતદાન કરવા માટે મતદાન મથક સુધી ના જઈ શકે તેવા મતદારો કે જે મોટી ઉંમરના તથા દિવ્યાંગનાઓ અને વિકલાંગ મતદારો માટે આજ થી રાપર વિધાનસભા મતદાર મંડળમા રાપર વિધાનસભા મતદાર મંડળના ચુંટણી અધિકારી બાલકુમુંદ સુર્યવંશી અને ભચાઉ મામલતદાર જે. એચ પાણ તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને રાપર મામલતદાર કે. આર ચૌધરી ના માર્ગદર્શન હેઠળ 32 ઝોનલ ઓફિસર ના વડપણ હેઠળ રાપર વિધાનસભા બેઠક મા જુદા જુદા ગામોમાં આવતા 133 મતદારો ને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવા માટે જે જગ્યાએ દિવ્યાંગનાઓ અને વિકલાંગો અને મોટી ઉમર ના મતદારો એ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું
આજે જુદા જુદા રુટ પર ઝોનલ અધિકારીઓ એ મતદારો ને બેલેટ પેપર.. મતદાન બુથ દ્વારા મતદાન કરાવ્યું હતું જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ ચુંટણી પ્રક્રિયા તેજ બની છે