આરોપીએ ભચાઉની સેશન્સ કોર્ટમા પોલીસ વિરૂધ્ધ ખોટી તપાસ કરવાના ગંભીર આક્ષેપો સાથે કરી માંગ
રાપર તાલુકાના હમીરપર ગામે મે-2020માં જમીન મામલે ખેલાયેલ ખૂની ખેલમાં પાંચ વ્યક્તિઓની હત્યામાં 22 આરોપીઓ સામે જાહેર થયેલા ગુન્હામાં બનાવ સ્થળથી 25 કિલોમિટર દૂર હોવા છતા ક્ષત્રીય પિતા-પુત્રને બનાવ સ્થળે હથિયારો સાથે હાજર દેખાડી અને અમુક આરોપીની નિર્દોષતા છતી કરવા અને સીસીટીવી ફુટેજની તપાસ ન કરવા આરોપી સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલાએ ભચાઉની સેશન્સ અદાલતમાં પોલીસ વિરૂધ્ધ ખોટી તપાસ કરવાના ગંભીર આક્ષેપો કરી સીબીઆઈ મારફત તપાસ કરાવવાની અરજી કરવામાં આવી છે.આ કેસની હકીકત એવી છે કે, હમીરપર ગામે ખેતીની જમીન બાબતે ચાલતા જૂના ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા રમેશ ભવાનભાઈ રાજપુત અને તેના પરીવારજનો ઉપર ફીલ્મી ઢબે સ્કોર્પિઓ સાથે ટ્રેક્ટર ભટકાડી ઉભી રખાવી લાકડી, ધારીયા, બંધુક જેવા હથીયારોથી હુમલો કરતા હુમલામાં અખા જેસિંગભાઈ ઉમટ ,પેથાભાઈ ભવનભાઈ રાઠોડ, અમરા જેસંગભાઈ ઉમટ ,લાલજી અખાભાઈ ઉમટ અને વેલા પાંચાભાઈ ઉમટને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવના બનાવમાં ચાર મહિલા સહિત 22 જેટલા લોકો વિરૂધ્ધ હત્યા, ધાડ, લુટ, રાયોટિંગ તથા આર્મસ એકટ સહિતનો ગુન્હો નોંધાયો હતો.
પોલીસે તમામ આરોપીઓની ઘરપકડ કરી જેલ હવાલે કરેલ હતા જે દરમ્યાન આરોપી સિધ્ધરાજસિંહ ભગુભા વાઘેલાએ તેના વકીલ મારફત ભચાઉ સેશન્સ કોર્ટમાં બનાવ સમયે બનાવવાળી જગ્યાથી 25 કિલોમીટર દુર અયોધ્યાપુરી ગામડામાં હતા અને પોતાની હાજરી પ્રસ્થાપિત કરવા સીસીટીવી ફુટેજ પણ પોલીસને પુરા પાડેલા. છતા પોલીસે ફરીયાદી સાથે ભળી જઈ અસલ સીસીટીવી ફુટેજ જાણી જોઈને રેકર્ડમાંથી નાશ કરી દીધેલા અને મોબાઈલ લોકેશનનો પુરાવો મેળવવાની વિનંતી કરવા છતા પોલીસ દ્વારા આવો પુરાવો અદાલત પાસેથી સંતાડવામાં આવેલો હોવાની તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત પોલીસ તપાસ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરી ભચાઉની અદાલતમાં સીબીઆઈ અથવા ઉચ્ચ સ્તરીય તપાસની માંગણીની અરજી કરી છે. પોલીસની તપાસ સંપૂર્ણપણે એકતરફી હોવાનું જણાવી સીસીટીવી સ્ટેજ, મોબાઈલ કોલ ડિટેઈલ, લાઈ ડિટેકશન ટેસ્ટ, નાર્કો એનાલીસીસ ટેસ્ટ, બ્રેઈન મેપિંગ ટેસ્ટ જેવા કોઈપણ વૈજ્ઞાનિક પધ્ધતિથી થતા ટેસ્ટ કરાવવા પણ સંમતી દર્શાવી છે. આ કામમાં આરોપી વતી રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉજેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, રોહન જટાવડીયા રોકાયા છે.