રાપર તાલુકાના ત્રંબૌ નદીના કિનારે આવેલા પૌરાણિક શંકર મંદિરમાં આજે તોડ-ફોડની ઘટના સામે આવી છે. આ કલ્યાણેશ્ચર મંદિર ખાતે બપોરે બારથી ત્રણના ગાળામાં આવારા તત્વો દ્વારા શંકર ભગવાનના મંદિરના પરિસરમા આવેલ બે નંદીની અને બે સંતોની મૂર્તિ તોડી પાડવામા આવી હતી. આ મંદિરના પુજારી મોહનપુરી ગૌસ્વામીને બપોરે ત્રણ વાગ્યે ખબર પડતાં ગામ લોકો ને જાણ કરી હતી.
આ બનાવ અંગે જાણ થતા રાપર તાલુકા ભાજપના માજી પ્રમુખ અને ત્રંબૌ ગામના આગેવાન ડોલર રાય ગોર ડુંગરપુરી ગોસ્વામી સહિતના આગેવાનો ધટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે રાપર પોલીસને જાણ કરવામાં આવતાં બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગરીયા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા સહિતના પોલીસ અધિકારીઓએ ધટના સ્થળ ની મુલાકાત લીધી હતી અને મંદિર ખાતે થયેલી તોડફોડ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા એ પીઆઈ વી. કે ગઢવી પીએસઆઇ જી. જી જાડેજા એ રુબરુ મુલાકાત લીધી હતી. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર એ આ બનાવ ને અંજામ આપનાર આરોપીઓ આરોપી નાનજી ઉર્ફે નાનક રવા કોળી અમરસી ભચા કોળી નામના શખસોને પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો કેફી પીણું પીધેલ હાલતમા બપોરે બાર થી ત્રણના સમય દરમિયાન ધુસી ગયા હતા અને શિવ મંદિરમા આવેલ બે નંદીની અને બે સંતોની મૂર્તિ મા તોડફોડ કરી હતી. આ બનાવ અંગે પોલીસ ની ઝડપી કાર્યવાહીને બિરદાવી હતી.