હિમોગ્લોબીન અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતા નિવાસ સ્થાને સારવારથી સંપૂર્ણ સ્વસ્થ
અનુયાયી દ્વારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના: ટેલીફોનિક ખબર અંતર પુછવા અપીલ
શ્રી રણછોડદાસજી બાપુના શિષ્ય અને ગોંડલ રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસબાપુને હેમોગ્લોબીન અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતા તબીયત લથડી હતી. તબીબોની દેખરેખ હેઠળ તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવતા તબીયતમાં ઝડપી સુધારો થયો છે.
શ્રી હરિચરણદાસબાપુની તબીયત લથડતા હજારો અનુયાયીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. તેમની પાર્થનાનો સ્વીકાર થયો હોય તેમ શ્રી હરિચરણદાસબાપુની તબીયતમાં ઘણો સુધારો હોવાનું સારવાર કરતા તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે.
દેશભરમાં ધાર્મિક સ્થળોએ અન્નક્ષેત્ર સહિતની વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા શ્રી હરિચરણદાસજીબાપુને હેમોગ્લોબીન અને ઓક્સિજન ઘટવાના કારણે તેમને મંદિરમાં જ બનાવવામાં આવેલા આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમની તબીયતમાં ઝડપી સુધારો થયો છે. શ્રીરામ હોસ્પિટલના ડો.વિદ્યુત ભટ્ટ અને આર.બી.શાહના માર્ગ દર્શન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે તેમ ગુરુદેવના સેવક કિશોરભાઈ ઉનડકટે જણાવ્યું છે કે, હાલ બાપુની તબીયત સ્થિર છે, ચિંતાનું કોઈ કારણ નથી. અનુયાયી દ્વારા પ્રાથના કરવામાં આવે અને ટેલીફોનિક ખબર અંતર પુછવા જણાવ્યું છે.