જો તમે કોરોના સંક્રમિત થયા હોવ, અને તે જોખમી છે કે સામાન્ય ?? તે જાણવું હોય, તો હવે,બ્લડ ટેસ્ટથી તુરંત જ જાણી શકાશે. વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા એક એવું ડિવાઈસ વિકસાવાયું છે કે જે રેપીડ બ્લડ ટેસ્ટ કરી માત્ર એક જ દિવસમાં ‘જોખમી’
કોરોનાની માહિતી આપશે કોરોનાથી કયો દર્દી વધુ ગંભીર છે અને કોરોનાના કારણે કોના પર મોતનું જોખમ વધુ છે તે અગાઉથી જાણી શકાશે. વૈજ્ઞાનિકોની આ શોધથી ડોકટરોને દર્દીની સારવાર માટે મદદ મળશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, રેપીડ બ્લડ ટેસ્ટથી મિટોકોન્ડ્રીયલ ડીએનએનાં લેવલને માપી શકાશે જે સામાન્ય રીતે શરીરનાં કોષોની ઉર્જા ફેકટરીઓની અંદર પડેલા હોય છે. આ મિટોકોન્ડ્રીયલ ડીએનએ કોષોમાંથી નીકળે છે. અને એ દર્શાવે છેકે, શરીરમાં કેટલા ઘાતક કોષ નિર્માણ પામી રહ્યા છે જે દર્દીને મોતને ઘાટ ઉતારા શકે છે. આ ડીએનએની જાણકારી મેળવી કોરોનાથી થા મૃત્યુના જોખમ વિશે જાણી શકાશે અને તે માટે અગાઉથી જ સારવાર કરી દર્દીને બચાવી પણ શકાશે.
સંશોધનના સહ લેખક એન્ડ્રૂ ગેલમેને કહ્યું કે, ડોકટરોને શક્ય એટલી વહેલી તકે કોવિડ-19 દર્દીની સ્થિતિ અંગે જાણવા ઉચ્ચ સાધનોની તત્પરતા હોય છે. અમે જાણીએ છીએ કે કેટલાક દર્દીઓ ઇન્ટોન્સિવ કેર સિવાય પણ સાજા થઇ શકે છે. આ માટે આ રેપીડ બ્લડ ટેસ્ટ ખૂબ મદદગાર સાબિત થશે.