શહેરના સંવેદનશીલ વિસ્તારોની ઝીણવટ ભરી માહિતી મેળવી : શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ

ટંકારા : રેપિડ એક્શન ફોર્સની ટીમે ટંકારાના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારની ઝીણી માહિતી મેળવી સ્થળ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ જેમાં શહેરના તમામ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

IMG 20180608 WA0027અમદાવાદની B100/RAF રેપિડ એક્શન ફોર્સની એક ટુકડી કમાન્ડો ઉગમા રામના નેતૃત્વમાં મોરબી જિલ્લાના ટંકારા ખાતે સ્થળ સ્થિતિ અને સંજોગો ની માહિતી મેળવવા માટે ફ્લેગમાર્ચ કરવા પહોંચી હતી જેમાં ટંકારા શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં નાના-મોટા ઝઘડા કે દંગા-ફસાદ વખતે ઘટનાસ્થળે સરળતાથી પહોંચી શકાય એવા હેતુ માટે સ્થળ સ્થિતિની માહિતી મેળવી હતી.

આ સાથે ટંકારા પોલીસ સ્ટેશનમાં રાકેશકુમાર દ્વારા શહેરના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં આ સદભાવના ભાઈચારા અને શાંતિ માટે અપીલ કરી હતી આ તકે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા માજી સરપંચ ઈભુભાઈ અબ્રાણી તથા કાનાભાઈ ત્રિવેદી. નાગજીભાઈ ચૌહાણ. મુકેશભાઈ બાવાજી. રસિકભાઈ દુબરીયા. હમીરભાઇ ભરવાડ.  રૂપસિહ દરબાર સહિતના હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.