ભાજપનો કોંગ્રેસ પર વળતો પ્રહાર કહ્યું કોંગ્રેસ પાર્ટી નું નામ બદલી નાખવું જોઈએ
રાફેલ મુદ્દાને પગલે ભાજપ-કોંગ્રેસ આમનેસામને આવી ગયું છે ત્યારે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં ભાજપના પ્રવક્તા સંબીત પાત્રાએ જણાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નું નામ બદલી નાખવું જોઈએ અને તેને ‘i need commission’ પાર્ટી નામ લખવું જોઈએ. ત્યારે હવે રાફેલ ની જે બેકકીક લાગી છે તે કોના ખીસામાં જશે ?
હાલ જે કૌભાંડ અને ઘટસ્ફોટ થયો છે તે પૂર્વે કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી સતત ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવતા હતા કે રાફેલ સોદામાં ભાજપ પક્ષે ગેરરીતિ આચરી છે અને દેશને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે પરંતુ જે મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે તેમાં એવા સ્પષ્ટ થાય છે કે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસના લોકોએ રાફેલ સોદામાં લાંચ અથવા રિશ્વત લીધી હતી જેની નુકશાની ભારત દેશને વેઠવી પડી છે.
ભાજપના પ્રવક્તાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાફેલ મુદ્દે રાહુલ ગાંધીએ જે મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે તેનો વળતો જવાબ ઈટાલીથી આપવો જોઈએ કારણ કે હાલ કોંગ્રેસના જે માંધાતાઓ છે તે વિશ્વના અન્ય દેશોમાં હાલ સમય પસાર કરી રહ્યા છે બીજી તરફ તેઓએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારબાદ કરસન જેવા મુદ્દાઓ સહેજ પણ સ્પર્શી શકતા નથી અને એની અસર કોંગ્રેસ પક્ષ ઉપર જોવા મળી છે.
મીડિયા પાર્ટ ના અહેવાલમાં એ વાત સામે આવી કે રાફેલ સોદો દરમિયાન જે વચેટિયા ને લાંચ આપવામાં આવી હતી તે માટે બોગસ ઇનવોઇસ સહિત કમિશન પેટે 7.5 મિલિયન યુરો આપવામાં આવ્યા હતા. ભાજપ પ્રવક્તા સતત આરોપ લગાવતા કહ્યું હતું કે સોનિયા ગાંધી ,રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા અને રોબર્ટ વાડ્રાએ સતત કહી રહ્યા છે કે તેઓને કમિશન જોઈએ છે. વધુમાં પણ તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ડી અથવા તો કરાર કરવામાં આવે છે તે કરાર માં જ બીજો કરા કરાવી ગેરરીતિ આચરવામાં આવતી હોય છે જેનું પરિણામ રાફેલનો સોદો છે.