શેઢા પરથી માટી ઉપાડવાના પ્રશ્ને ચાર શખ્સોએ કર્યો હુમલો: દાદા અને પૌત્ર ઘવાયા

પૂર્વ કચ્છના રાપર તાલુકાના ધબડા ગામે આજે સવારે શેઢા પર માટી ઉપાડવાના પ્રશ્ને રબારીના બે જુથ વચ્ચે થયેલી મારામારીમાં યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં ચાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જયારે ઘવાયેલા દાદા-પૌત્રને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાપર તાલુકાના ધબડા ગામે રહેતા ડાયાભાઈ રબારી પોતાની વાડીએ હતા ત્યારે શેઢા પાડોશી નમુ રબારી, જીવા રબારી, મેરા રબારી અને પછણ રબારી સાથે માટી ઉપાડવા બાબતે થયેલી બોલાચાલીમાં લાકડી વડે મારમારતા ગંભીર રીતે ઘવાયેલા ગોવાભાઈ રબારીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાતા ડાયાભાઈની ફરિયાદ પરથી ગુનો નોંઘ્યો છે. જયારે ડાયાભાઈ મેઘરાજભાઈ રબારી અને તેના પૌત્ર રાજાભાઈને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની જાણ બાલાસર પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ ફરિયાદ પરથી ઉપરોકત ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં શેઢા પર માટી ઉપાડવા જેવી નજીકી બાબતે મારમારી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતા પોલીસે નાસી છુટેલા ચારેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.