બાળપણમાં જ માતા-પિતાના છુટાછેડા બાદ માતા સાથે મામાને ત્યાં રહેતી ડાંગની ધો. ૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય તરૃણીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો ન હોય ચાર દિવસ અગાઉ સુરત ભાગી આવી હતી.
જો કે, મદદના બહાને એક તરૃણ તેના ગલેમંડી બાલાજી મંદિર સ્થિત ભાડાના રૃમમાં લઇ ગયો હતો અને પિતરાઇ ભાઇ તેમજ મિત્ર સાથે મળી ૨૪ કલાકમાં ત્રણેયે પાંચ વખત વારાફરતી તરૃણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. તરૃણીને ગામ પરત મોકલવાના બહાને સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર છોડી તરૃણ ફરાર થઇ ગયો હતો. જોકે, પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડાંગ જિલ્લામાં રહેતી ૧૪ વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે) નાની હતી ત્યારે જ તેના માતા-પિતાના છુટાછેડા થઇ જતા તેની માતા પોતાના માતા-પિતા અને ભાઇને ત્યાં રહેવા ચાલી ગઇ હતી. હાલ ધો. ૧૦માં અભ્યાસ કરતી નિર્ભયાને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવો ન હતો તેથી ગત મંગળવારે તે સ્કૂલે ગઇ નહોતી. પણ મમ્મી ખીજવાશે તે ડરથી તે બપોરે બે વાગ્યે એસ.ટી બસમાં બેસી સાંજે ૬-૩૦ વાગ્યે સુરત આવી હતી.
સેન્ટ્રલ બસ સ્ટેશન પર એક રીક્ષાવાળે તેને મદદ કરી રાતે ઘરે આશરો આપ્યો હતો. બીજા દિવસે તા.૨૦મીએ અન્ય રીક્ષાવાળાએ તેને ડુમસ ફેરવી બપોરે ૨ વાગ્યે ફરી સેન્ટ્રલ બસ સ્ટેશન ઉતારી હતી. ચાર વાગ્યા સુધી તે અહી રીક્ષા સ્ટેન્ડ પર બેઠી હતીત્યારે એક અજાણ્યા તરુણે આવી તેના કુટુંબ વિશે પુછી પોતાના પરિવાર અંગે જણાવી પોતાની ઓળખ આપી હતી.
અને નિર્ભયાને ત્યાં જ બેસવા કહી ચાલ્યો ગયો અને રાતે ૯ વાગ્યે પરત ફર્યો અને નિર્ભયાને પગપાળા રીક્ષા સ્ટેન્ડની સામે ગલીમાં ગલેમંડી બાલાજી મંદિર ખાતે પોતાના રૃમમાં લઇ ગયો હતો. જમવાનું લેવા ગયેલા તરુણ મોડે સુધી નહી આવતા નિર્ભયા સૂઇ ગઇ હતી.
દમરિયાન રાતે બે વાગ્યે બહારથી દરવાજો ખખડવાનો અને બારીનો કાચ તૂટવાનો અવાજ થતાં તે જાગી ગઇ હતી. અને દરવાજો ખોલતા તરૃણ અને એક લબરમૂછીયો હતે. તરુણ ચા-નાસ્તો લેવા ગયો ત્યારે પોતાની ઓળખ વસીમ મહેબૂબશા તરીકે આપનાર લબરમૂછીયો નિર્ભયા પર બળાત્કાર ગુજારી જતો રહયો હતો.
બાદમાં તરુણ અન્ય એક તરુણને મામાનો દિકરો છે કહીને લાવ્યો હતો. તરુણ ચા-નાસ્તો નહી લાવતા નિર્ભયા રડવા લાગી હતી તેથી તેને દિલાસો આપતા પ્રથમ તરુણે તેને કીચનમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ તેના પિતરાઇ ભાઇએ પણ ત્યાં આવી દુષ્કર્મ કર્યું હતું. નિર્ભયાએ ઘરે જવા જીદ કરતાં બીજા દિવસે સવારે બંને તરૃણ તેને બસ સ્ટેશન લઇ ગયા હતા અને બે ત્રણ કલાક ત્યાં બેસાડી રાખી અમારી પાસે પૈસા નથી કહી ફરી બપોરે ઘરે લઇ આવ્યા હતા. અને રૃમને બહારથી તાળું મારી જતા રહ્યાં હતાં.
રાત્રે ૯ વાગ્યે તરૃણ આવ્યો હતો. જ્યારે બીજા દિવસે મળસ્કે પાંચ વાગ્યે તેનો પિતરાઇ ભાઇ આવતા બંનેએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. નિર્ભયાએ ત્યાંથી ચાલતી પકડતાં તરૃણ તેની સાથે આવ્યો હતો અને ચા પીવડાવી રેલ્વે સ્ટેશન લઇ ગયો હતો. નાસ્તા માટે રૃ. ૪૦ આપી તે જતો રહ્યો હતો. સાંજ સુધી રેલ્વે સ્ટેશનના મહિલા વેઇટીંગ રૃમમાં સાંજ સુધી બેસી રહી હતી.
રાહદારીએ ૧૮૧-મહિલા અભયમને જાણ કરતા નિર્ભયાની માસીને બોલાવી પોલીસ મથકે લઇ જવાયા
સાંજે છ વાગ્યે ફરી સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર બેસેલી નિર્ભયાને એક રાહદારીએ જોઇ હતી. રાહદારીએ તું અહીં કેટલા દિવસથી ફરે છે તેમ કહી ૧૮૧- અભયમને જાણ કરતા તેઓ આવીને નિર્ભયાને લઇ ગયા હતા અને પૂછપરછ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. અભયમના સ્ટાફે નિર્ભયાની માસીને બોલાવી હતી અને તેની સાથે મહિધરપુરા પોલીસ સ્ટેશને જઇ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. મહિધરપુરા પોલીસે તરૃણ, તેના પિતરાઇ ભાઇની અટકાયત કરી હતી. જ્યારે દિલ્હીગેટ ખાતે ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરતા ૧૮ વર્ષીય વસીમ મહેબૂબ શાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ એસીપી સી ડિવિઝન પી.કે. પટેલ કરી રહ્યાં છે.