ફુલ જેવી બાળકીનું કામાંધ શખ્સે અપહરણ કરી હવસનો શિકાર બનાવી ફરાર: હેવાનિયતની હદ વટાવતી ઘટનાથી સર્વત્ર ફિટકાર: પિડીતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ: ફાંસીની સજા મુજબ ગુનો નોંધાશે

કઠુઆ અને ઉન્નાવ તેમજ સુરતની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા માસુમ બાળકીને હવસનો શિકાર બનાવતા કામાંધ શખ્સોને ફાંસીની સજા થાય તે મુજબ કાયદામાં કરેલા સુધારા બાદ દ્વારકા નજીક આવેલા કુરુંગામાં માસુમ બાળકીનું અજાણ્યા શખ્સે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનું પ્રકાશમાં આવતા નરાધમ શખ્સ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે નવા સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી કરવા અને હવસનો શિકાર બનાવી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવા તપાસ હાથધરી છે.

હેવાનિતયની હદ વળોતી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકા નજીક આવેલા કુરુંગા ખાતે આવેલી આરએસપીએલ કંપનીની મજુર કોલોનીમાં રહેતા પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની મહિલા પોતાની પોણા ચાર વર્ષની બાળકી સાથે કપડા ધોવા માટે ગઇ હતી. માતા લઘુશંકા કરવા ગઇ તે દરમિયાન જાહેરમાં એકલી રમતી હતી ત્યારે હવશખોર શખ્સ ઘસી આવ્યો હતો અને બાળકીને ઉપાડી ગયા બાદ તેના પર દુષ્કર્મ આચરતા બાળકી રડવા લાગતા નરાધમ શખ્સ બાળકીને છોડી ફરાર થઇ ગયો હતો.

લઘુશંકા કરી પરત આવેલી માતાના ધ્યાને બાળકી ન આવતા તે શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાળકીને રડવાનો અવાજ આવતા ત્યાં દોડી ગઇ હતી ત્યારે પોતાની પોણા ચાર વર્ષની ફુલ જેવી બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

પરપ્રાંતિય પરિવારે બાળકી પર બળાત્કાર થયાની ઘટનાની દ્વારકા પોલીસને જાણ કરતા પી.આઇ. દેકીવાડીયા સહિતનો સ્ટાફ કારુંગા દોડી આવ્યો હતો અને બાળકીને સારવાર માટે જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં ખસેડી હતી.

અજાણ્યા શખ્સ સામે હાલ બળાત્કાર મુજબનો ગુનો નોંધી નવા સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી કરવા જરૂરી માર્ગ દર્શન મેળવવામાં આવી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.