આઈપીસીની કલમ 376 અને 377ની મર્યાદાનો છેદ ઉડાડવા હાઇકોર્ટનું સૂચન
મૃતદેહ પર દુષકૃત્ય આચરનારા હેવાનોને દંડિત કરવા કાયદામાં ફેરફાર કરાશે
કાયદાની મર્યાદા એ કારણે ઘણીવાર દોષિતને નિર્દોષ છોડી દેવા પડે છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં મૃતદેહ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો પણ આઈપીસીની કલમ 377માં મૃતદેહનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાથી આ સંબંધને અપ્રાકૃતિક સંબંધ ગણીને સજા કરી શકાય નહીં. જો કે, અદાલતે એવો પણ આદેશ કર્યો છે કે 6 માસની અંદર આઈપીસીની કલમ 377ની વ્યાખ્યામાં ફેરફાર કરી મૃતદેહ લનો ઉલ્લેખ કરવો જોઈએ જેથી મૃતદેહની ગરિમા જાળવી શકાય.
કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આઈપીસી કલમ 377 (અપ્રાકૃતિક સંબંધના કિસ્સામાં સજા)માં 6 મહિનાની અંદર સુધારો કરવા જણાવ્યું છે, જેથી મૃત વ્યક્તિની ગરીમા જાળવી શકાય અને આ કલમ હેઠળ મૃતદેહો પર થતાં દુષકૃત્યને અટકાવવા કાર્યવાહી કરી શકાય.
જસ્ટિસ બી વીરપ્પાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે તુમાકુરુને બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. જો કે તેની સામે હત્યાના આરોપમાં કોર્ટે તેની સજા યથાવત રાખી છે.
બેન્ચે 30 મેના રોજ આપેલા આદેશમાં નોંધ્યું હતું કે, ‘હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર મૃતકના અધિકારની ગરિમા જાળવી રાખવા માટે આઈપીસીની કલમ 377માં સુધારો કરતી વખતે મૃત પુરુષ, સ્ત્રી અથવા પ્રાણીનું શરીર શામેલ કરવાની જરૂરિયાત છે. અન્યથા આ અંગે અલગ કાયદાકીય જોગવાઈ દાખલ કરવી જોઈએ. ન્યુઝીલેન્ડ, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ નેક્રોફિલિયા (મૃતદેહ પ્રત્યે લૈંગિક આકર્ષણ ધરાવતી વ્યક્તિ) અથવા સેડિઝમ (અન્યને ટોર્ચર કરીને જાતીય આનંદ મેળવવો) અંગે કાયદા પસાર કર્યા છે. ત્યાં આજીવન કેદની સજાની જોગવાઈ હોવી જોઈએ અથવા 10 વર્ષની જેલની સજા હોવી જોઈએ. ખંડપીઠે એમ પણ કહ્યું, જેની સાથે દોષિતો પર દંડ પણ લાદવો જોઈએ.
તુમાકુરુ જિલ્લાના રંગરાજુ ઉર્ફે વાજપેયીના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. 25 જૂન, 2015ના રોજ રંગરાજુ પર 21 વર્ષની છોકરીના ગળામાં હથિયારના ઘા મારીને હત્યા કરવાનો અને પછી શરીર પર બળાત્કાર કરવાનો આરોપ હતો. 9 ઓગસ્ટ, 2017ના રોજ, તુમાકુરુ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રંગરાજુને હત્યા અને બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો. 14 ઓગસ્ટે તેને હત્યા માટે આજીવન કેદ અને રૂ. 50,000 દંડ અને બળાત્કાર માટે 10 વર્ષની જેલ અને રૂ. 25,000 દંડની સજા ફટકારવામાં આવી હતી.
રંગરાજુએ ચુકાદા સામે અપીલ કરતા કહ્યું કે ફરિયાદ એક અઠવાડિયાના વિલંબ પછી દાખલ કરવામાં આવી હતી અને ત્યાં કોઈ સાક્ષી ન હતા, ન તો હત્યાનો હેતુ સ્પષ્ટ હતો. તેમના મતે આઈપીસીની કલમ 376 હેઠળ કોઈ આરોપ મુકવામાં આવ્યો નથી અને ટ્રાયલ કોર્ટ તેમને દોષિત ઠેરવવા યોગ્ય ન હતી.
હાઈકોર્ટે કહ્યું કે કલમ 377 અકુદરતી સેક્સની વાત કરે છે પરંતુ તેમાં ડેડ બોડીનો સમાવેશ થતો નથી. આઈપીસીમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેઓ મહિલાના મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધે છે. તેથી, આ કેસ કલમ 376 હેઠળ કરવામાં આવતો નથી. ખંડપીઠે કહ્યું કે સેશન્સ જજે ભૌતિક પાસાને ધ્યાનમાં લીધું નથી અને કલમ 376 હેઠળ આરોપીઓને ખોટી રીતે દોષિત ઠેરવ્યા છે.
આઈપીસીની કલમ 377માં ફેરફાર કરાશે!!
30 મેના રોજ આપેલા આદેશમાં, બેન્ચે નોંધ્યું હતું કે, આ સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર મૃતકના અધિકારની ગરિમા જાળવવા માટે આઈપીસીની કલમ 377માં સુધારો કરીને મૃતકના મૃતદેહને સામેલ કરવો જોઈએ અન્યથા આ અંગે અલગ કાયદાકીય જોગવાઈ દાખલ કરવી જોઈએ.
મૃતદેહ પર બળાત્કાર ગુજારવાના કિસ્સામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરો : અદાલતનું સૂચન
ન્યુઝીલેન્ડ, યુકે, કેનેડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ નેક્રોફિલિયા (મૃતદેહ પ્રત્યે લૈંગિક આકર્ષણ ધરાવતી વ્યક્તિ) અથવા સેડિઝમ (અન્યને ત્રાસ આપીને જાતીય આનંદ મેળવવો) અંગે કાયદા પસાર કર્યા છે. ત્યાં આજીવન કેદની સજાની જોગવાઈ હોવી જોઈએ. અથવા 10 વર્ષની જેલની સજાની જોગવાઈ હોવી જોઈએ.