જમ્મુ કાશ્મીરની આસિફાના ગેન્ગરેપના કિસ્સાથી હજુ તો દેશઆખું કાંપી રહ્યું છે ત્યારે બાદમાં ઉત્તરપ્રદેશ અને હવે સુરતમા ૯ વર્ષની પર ગેન્ગરેપ થયાની કરૂણ ઘટના સામે આવી છે ,સુરતના તાપી જીલ્લાના ઉત્છલ તાલુકાની બાળકીનું રીક્ષામાં અપહરણ કરી સુરતમાં ગોંધી રાખી બળાત્કાર કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે .બાળકીને સાઈમોહન સોસાયટીના ક્રિકેટ સ્ટેડિઅમની બહાર બળાત્કાર બાદ ફેકી દેવામાં આવી હતી ,પોલિસના આધારે આ કેસમાં આરોપીની જાણકારી આપનાર માટે રૂપિયા ૨૦ હજારના ઇનામની ઘોષના કરી છે, આરોપીમાં એક પોલિસકર્મી પણ શામેલ હોવાની શંકા સેવાઈ રહી છે.
હજુતો તેને સમાજની અને સારા ખરાબની ભાન પણ નથી અને તેના પર નરાધમોએ બર્બતા આચરી છે .૫ દિવસ સુધી પોસ્ત્મોટમ બાદ ખ્યાલ આવ્યો કે નરાધમો દ્વારા સતત ૮ દિવસ સુધી તડપાવી તડપાવી બળાત્કાર આચરવામાં આવ્યો હતો અને લાકડીથી ઢોરમાર પણ મારવામાં આવ્યો હતો ,તેના શરીર તેમજ ગુપ્તાંગમાં ખુબજ ઈજા પહોચાડવામાં આવી હતી ,દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બાળકીના શરીર પર દુશ્કાર્મોના ૮૬ નિશાનો મળી આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com