મેરીટલ રેપને સરકારે ગુનો ગણવાની અસહમતી દર્શાવતા સગીર પત્ની હોય તેવા કિસ્સામાં પોકસો હેઠળ કાર્યવાહી કરવા દલીલ

દેશમાં હજુ અનેક બાળલગ્નો થઈ રહ્યા છે. બીજી તરફ સરકારે મેરીટલ રેપને ગુનો ગણવા અસહમતી દર્શાવી છે. ત્યારે વડી અદાલતે બાળલગ્નના ગુનામાં બળાત્કારની કલમ લાદી શકાય તેવું કહ્યું છે.

મેરીટલ રેપ ગુનો ન હોવાનું સરકારનું કહેવું છે જેથી એક એનજીઓ દ્વારા પત્ની ૧૫ થી ૧૮ વર્ષની હોય તેવા લગ્નમાં મેરીટલ રેપની સ્થિતિ વ્યવસ્થીત કરવી જ‚રી બને તેવી દલીલ થઈ હતી. જેમાં વડી અદાલતે આવા કેસમાં બળાત્કારનો ગુનો લાદવાની તરફેણ કરી છે. વડી અદાલત સમક્ષ એનજીઓ દ્વારા દલીલ થઈ હતી કે, પત્ની સગીર હોય તેવા કિસ્સામાં પતિ ઉપર પોકસો હેઠળ ગુનો લાદવો જોઈએ. આ દલીલ સાથે ન્યાયાયી જસ્ટીલ મદન બી ઠાકુર અને દિપક ગુપ્તા સહમત થયા છે. અને બાળલગ્નમાં પત્ની ઉપર બળાત્કારનો ગુનો લાદી શકાય છે. વર્ષ ૨૦૧૫-૧૬ના સર્વે અનુસાર બિહાર, ગોવા, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, તામીલનાડુ, ઉતરાખંડ અને પશ્ર્ચિમ બંગાળમાં ૧૮ વર્ષથી નીચેની સગીરાઓનાં લગ્નનું પ્રમાણ છેલ્લા થોડા સમયથી ઘટી રહ્યું છે. જોકે ધણી જગ્યાએ બાળલગ્નો થઈ રહ્યા છે. ત્યારે સરકારે મેરીટલ રેપને ગુનો ન ગણવા કહ્યું છે, બીજી તરફ દિલ્હી હાઈકોર્ટમાં પણ સગીર પત્નીના કિસ્સામાં મેરીટલ રેપને ગુનો ગણવા બાબતે દિલ્હી હાઈકોર્ટમાં સૂનાવણી ચાલી રહી છે. અત્યારના સમયમાં સરકારે મેરીટલ રેપને ગેરકાયદે ગણવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે લગ્ન માટે યુવતીની ઉંમર ૧૮ની જગ્યાએ ૧૫ કરવા પણ દલીલો થઈ રહી છે. કમલ ૩૭૫ (બળાત્કાર)ની બંધારણી માન્યતાને પણ ન્યાયતંત્રમાં પડકારવામા આવી છે.બાળકો ઉપર થતા જાતીય અત્યાચારો સામે પોસ્કો લગાવવામાં આવે છે. આ કલમ બળાત્કારના કિસ્સામાં પણ લગાવવામાં આવે તેવી દલીલ થાય છે. હાલતો વડી અદાલતે બાળલગ્નના કિસ્સામાં બળાત્કારનો ગુનો લાદી શકાય તેવો ચૂકાદો આપ્યો છે. સરકારે મેરીટલ રેપને ગેરકાયદે માનવાનો નનૈયો ભણી દીધા બાદ પત્ની જયારે સગીર હોય તેવા બાળ લગ્નના કિસ્સામાં બળાત્કારની કલમ હેઠળ કામગીરી થઈ શકે તે માટેની રાહ વડી અદાલતે ચોખ્ખી કરી છે. સરકારના મેરીટલ રેપ બાબતે વલણને જોતા બાળ લગ્નના અનેક ગુનેગારો છટકી જાય તેવી પરિસ્થિતિ છે. એક તરફ બાળ લગ્ન માટે સગીરની ઉમર નક્કી કરવાની દલીલો તો બીજી તરફ પત્ની સગીર હોય ત્યારે તેની સાથે બંધાતા શારીરિક સંબંધોની કાયદેસરતા કે ગેરકાયદેસરતાની દલીલો થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.