- લગ્નણી લાલચ આપી વારંવાર શારીરિક શરીર બાંધ્યા : સગાઈ કર્યા બાદ તરછોડી દીધાનો પીડિતાનો આક્ષેપ
- અંગત પળોના વીડિયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપ્યાનો પણ આરોપ
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. એક યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવિ છે. ફરિયાદના આધારે આઇપીસી 376 (2)(એન), 506 સહિતની કલમ હેઠળ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. 29 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જીત પાબારીએ અંગત પળોના વિડીયો ઉતારી લઇ વાયરલ કરી નાખવાની ધમકી પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મામલામાં પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફ્રેન્ડ રીકવેસ્ટ આવેલ અને અમો સાથે વાતચીત ચાલુ કરેલ ત્યારથી અમો બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ અમે બંને મિત્ર બનેલ અને તે સમયે અમો બંને ભણતા હતા અને વિદ્યાર્થી હતા, ત્યારબાદ આરોપી જીત પાબારીએ મને જણાવેલ કે મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે. જેથી મેં તેઓને જણાવેલ કે મારા મમ્મી, પપ્પા અને કુટુંબીજનો સાથે વાત કરી લ્યો જેથી જીતના માતાપિતા મારા માતા પિતાને મળેલ અને અમોના લગ્ન અંગેની વાતચીત કરેલ અને બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયા હતા.
પીડિતાનો આક્ષેપ છે કે, આરોપી જીતે તેમને કહેલું કે, હવે આપણે બંને લગ્ન કરવાના છીએ જેથી આપણે બહાર ફરવા જઈએ. જેથી હું તેઓના પરિવાર સાથે તેઓના કૌટુંબિક ફંકશન માટે તેઓ સાથે દુબઈ ગયેલ હતી અને ત્યારબાદ દુબઈથી આવ્યા બાદ જીતે મને જણાવેલ કે, આપણે બંને લગ્ન કરવાના છીએ બહાર ફરવા જઈએ જેથી અવાર નવાર અમો બંને બહાર ફરવા જતા હતા.
પીડિતાના જણાવ્યા અનુસાર મારી સાથે જીતે સૌપ્રથમવાર સીઝન્સ હોટલમાં બળજબરી કરવાની કોશિશ કરેલ પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા બધા લોકો હોય અને મેં પ્રતિકાર કરતા તેઓએ કાંઈ કરેલ નહી. ત્યારબાદ દીવાળીના સમયમાં જીતના ઘરે ગયેલ હોય ત્યારે તેના રૂમમાં બોલાવી અને મારી સાથે બળજબરીથી શારીરીક સંબંધ બાંધ્યો હતો.જેથી મેં તે બાબતે બીજા દીવસે તેઓને જણાવેલ કે, મારી ના હોવા છતા તમે મારી સાથે દુષ્કર્મ કરેલ અને પરાણે બળજબરીથી શરીર સંબંધ બાંધેલ જેથી તેને મને જણાવેલ કે, હું તારી સાથે લગ્ન તો ક2વાનો જ છું જેથી આવું બધુ ચાલ્યા રાખે અને તેમ કહી તેઓએ મને તેઓના મોબાઈલ ફોનમાં મારી સાથે કરેલા દુષ્કર્મનો વીડિયો અને ફોટોગ્રાફસ બતાવેલ હતો અને અમને કહેલ કે હવે તું આ વાત કોઈને કહેતી નહી નહીતર આ વીડિયો અને ફોટોગ્રાફસ વાઈરલ કરી દઈશ તેમ છતા અમારા વીડિયો તથા ફોટોગ્રાફસ રહેલ હોય જેથી તેઓની ધમકીથી ડરી જઈ આ વાત મે કોઈને કહેલ નહી.
ત્યારબાદ મારા ઘરના સભ્યો બહારગામ ગયેલ હોય ત્યારે મારા ઘરે જીત આવેલ અને ઘરે કોઈ ન હોય જેથી મારી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરેલ પરંતુ મેં તેઓને ના પાડતા મારી સાથે પરાણે બળજબરીથી શારીરીક સંબંધો બાંધી મારી સાથે દુષ્કર્મ કરેલું હતું અને અમોને કહેલ કે જો તું કોઈને કાંઈ કહીશ તો તારા ફોટા અને વીડિયો મારી પાસે છે. તે હું વાઈરલ કરી દઈશ તેમ કહી અમોને ડરાવેલ અને ધમકાવેલ હતા. આ બનાવ બાબતે મેં જીતના માતા પિતાને પણ કહેલ કે જીત મારી સાથે પરાણે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળજબરી કરેલ છે. જે સમય તેઓએ કહેલ કે હવે આ વાત કોઈને કરતી નહિં અને તેના તારી સાથે લગ્ન થવાના જ છે. જો તું આ વાત સમાજમાં કોઈને કરીશ તો અમારો પુત્ર જીત તારી સાથે લગ્ન નહિં કરે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, અગાઉ સાથે ફરવા જતા હતા ત્યારે અનેક ફોટોગ્રાફસ જીતે બળજબરીથી પાડી લીધેલ છે તેમજ તમામ ફોટોગ્રાફસ તેઓ પાસે રહેલ છે તેમજ જીતે દુષ્કર્મ કરવા અંગે જે કાંઈ જણાવેલ તેની વ્હોટસઅપ ચેટ પણ મોબાઈલ ફોન લઈ ડીલીટ કરાવી નાંખેલ હતી. મારી જાણ બહાર મારા બીભત્સ ફોટાઓ તથા વીડિયો ઉતારી લીધેલ છે તે પણ હાલ તેઓ પાસે છે અને તેઓએ મને જણાવેલ હતું કે આ બધુ મેં અલગ અલગ 4 પેનડ્રાઈવમાં કોપી કરીને રાખી દીધેલ છે.
પીડિતા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મારી સાથે દુષ્કર્મ ગુજારી મારા બીભત્સ ફોટા અને વીડીયો ઉતારી લીધેલ અને આ ફોટા સમાજમાં વાઈરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપેલ હોય તેમજ કહેલ કે તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે પોલીસ પણ મારું કાંઈ બગાડી નહિં લ્યે મારે ખુબજ ઉચી લાગવગ છે અને હવે મારે તારી સાથે લગ્ન પણ કરવા નથી. હાલ બનાવ અંગે ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે આરોપી જીત વિરુધ્ધ આઇપીસી 376 (2)(એન), 506 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પુરાવા એકત્રિત કર્યા બાદ આરોપીની ધરપકડ કરાશે : ડીસીપી બંગરવા
મામલામાં ડીસીપી બંગરવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરી લીધાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાઈ છે. પહેલા લગ્નની લાલચ આપી, સગાઈ કરીને શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ સગાઈ તોડી જીત પાબારીએ બીજે લગ્ન કરી લીધા હતા. હાલ આ મામલે પીડિતાને મેડિકલ અર્થે મોકલી સ્થળનું પંચનામું કરવામાં આવી રહ્યું છે તેમજ ઘટના અંગે પુરાવાઓ એકત્ર કરાઈ રહ્યા છે. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે.