રાપરમાં આજ સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એસ.ટી બસ પલ્ટી જતાં કંડક્ટર અને મહિલા પ્રવાસી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાપર એસ.ટી ડેપો મેનેજર જે.પી જોશીને સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાપર તાલુકાની છે જ્યાં સુપ્રસિધ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મંદિરથી રવાના થઈ સુદાણા તરફ જતી રાપર ડેપોની એસ.ટી બસ નંબર GJ 18 Z 1460 વાળી રવેચી સુદાણા સિંગલ પટ્ટીના માર્ગે પસાર થતી વેળાએ સામેથી આવતા પશુઓના ધણને બચાવવા જતાં એસટી બસને અકસ્માત નડ્યો હતો.
પશુધણને બચાવવા જતા જમીન ધસી પડતાં એસ.ટી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં બસના કંડક્ટર આનંદ લીંબાચીયા અને પ્રવાસી દિવાળીબેન રાયમલ કોળી નામ લના વૃધ્ધ મહિલાને મુંઢમારની ઈજા થઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા બંન્ને ઈજાગ્રસ્તોને રાપર સીએચસી ખાતે ખસદવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે રાપર એસ.ટી ડેપો મેનેજર જે.પી જોશીને સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.