રાપર સમાચાર
કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા આજે રાપર તાલુકાના રામવાવ ગામ ખાતે મુરલીધર મહિલા ક્લસ્ટર BMC(બલ્ક મિલ્ક કૂલર)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામા યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપરના એકલધામ ના મહંત યોગી દેવનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરહદ ડેરી પશુપાલકોને લોન પણ આપે છે. આ સાથે તમામ પશુપાલકોના વીમા પણ લેવામાં આવ્યા હતા . રાપર તાલુકા પંચાયત સદસ્ય બીજલ વરચંદ ખેગારભાઈ મણવર નારણભાઈ ડારેકટર મયુરભાઈ મોતા તેમજ મંડળી ના પ્રમુખ જમણાં બેન સામજી ભાઈ વરચંદ દ્વારા આ કાર્યક્રમ નુ સંચાલન કર્યું હતું પશુપાલન તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.