- ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરીનિર્વાણ દિવસે રાપર ખાતે પુષ્પાંજલિ અપાઈ
- ડો બાબાસાહેબની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાની નેમ
- સમાજમા શિક્ષણ, સંગઠન મજબૂત કરી સ્વાભિમાની સમાજનું નિર્માણ કરવા પર કરાઈ ચર્ચાઓ
દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્વ રત્ન મહામાનવ ભારતીય સંવિધાનના રચયિતા ડૉ બાબાસાહેબ આંબેડકરજી ના ૬૮ માં મહા પરિનિર્વાણ દિવસે ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પુષ્પ અર્પણ તેમજ પ્રબોધન કાર્યક્રમ નું આયોજન કરાયું. ડૉ આંબેડકર યુવા ગ્રુપના સંયોજક અશોક રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપી સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું હતું.
અનુસાર માહિતી મુજબ, મહામાનવ ભારતીય સંવિધાનના રચયિતા ડૉ બાબાસાહેબ આંબેડકરજીના 68 માં મહાપરિનિર્વાણ દિવસે ડૉ. આંબેડકર યુવા ગ્રુપ તેમજ બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેઘવાળ સમાજવાડી રાપર ખાતે પુષ્પ અર્પણ તેમજ પ્રબોધન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ ગ્રુપનાના કાર્યકરો સવારે ન્યાય કોર્ટ પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પ અર્પણ કરી મેઘવાળ સમાજવાડી રાપર ખાતે બુધ્ધ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પ અર્પણ કરી વિભિવાદન કર્યા બાદ સભા યોજાઇ હતી.
તેમજ સભાને સંબોધતા ડૉ આંબેડકર યુવા ગ્રુપના સંયોજક અશોક રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપી સમાજને સંગઠિત રહેવા આહવાન કર્યું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં એકતા અને ભાઇચારો વધે એ હેતુથી આજનો દરેક યુવાન કાર્ય કરશે તો આપણે આપણા બંધારણીય અધિકારો બચાવી શકીશું અને સમાજને સુરક્ષિત કરી શકીશું.
આ ઉપરાંત બાબાસાહેબ આંબેડકરજીએ કહેલુ કે જ્યાં સુધી બંધારણ સુરક્ષિત છે, ત્યાં સુધી હું જીવીત જ છું પણ બાબાસાહેબનું બંધારણ સુરક્ષિત નથી એવું સ્પષ્ટપણે દેખાય છે કેમ કે હાલે પરિસ્થિતિ એવી છે કે જે સંવિધાનમાં લખેલ છે એ અમલમાં નથી અને જે દેશમા થઈ રહ્યું છે એ સંવિધાનમાં ક્યાંય લખેલ નથી એટલે આ લોકતાંત્રિક વ્યવસ્થા ને જાળવી રાખવા જ્ઞાતિ અને ધર્મથી ઉપર આવીને આપણે આપણા બંધારણીય અધિકારો ને બચાવવાનું કાર્ય કરવું પડશે અને આ કામ માટે પ્રથમ લોકોએ જાગૃત થવું પડશે.
લોકોમાં જાગૃતિ આવશે ત્યારે જ નવા ભારતનો ઉદય થશે જેથી લોકોને જાગૃત કરવા સંગઠન દ્રારા સતત જન જાગૃતિના કાર્યક્રમો ચાલુ છે અને આવનાર સમયમાં વધારે ઝડપથી આ કાર્ય ચાલુ રહેશે. જેમાં યુવાઓ વધુમા વધુ જોડાય એવું આહ્વાન કર્યું હતું. તેમજ લખન ધુઆ દ્રારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર તેમજ દારૂબંધી જેવા મૌલિક સમસ્યાનું સમાધાન કરવા સત્તા સામે સંઘર્ષ કરવા લોકોને આહ્વાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેર ના પ્રમુખ સંજય પરમારે કર્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનવવા ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા પ્રમુખ દિલિપ ગોહિલ, બહુજન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુંદર સમસ્ત રાપર તાલુકા મેઘવાળ સમાજ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર સોલંકી , ધર્મેશ સોલંકી , મહેન્દ્ર મૂછડિયા, દિનેશ ગોહિલ, પાંચા મકવાણા, ખાનજી ભટ્ટી, ભરત પરમાર , ઉદય ગોહિલ, રમેશ ગોહિલ , જયેશ પરમાર, નારણ સમીયા, બાલા મેરિયા, કાનજી મેરિયા, બીપીન ડોડીયા, દિનેશ વાઘેલા, સંજય ગોહિલ , જીગર પરમાર , રામજી ભટ્ટી, દામજી જાદવ, હેમંત ડોડિયા, સમાજના આગેવાનો અરજણ ગોહિલ, પુંજા સોલંકી, મોહન ગોહિલ, નરસિંહ ચૌહાણ, વેરશી સોલંકી, કાંતિ રાઠોડ , અમરત રાઠોડ ,સહિત રાપર તાલુકાના ભરમાંથી સમાજના આગેવાનો યુવાઓ મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ગની કુંભાર