સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો !!!
વડાપ્રધાન મોદી પાંચ વર્ષ બાદ જ્યારે રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ વાસીઓમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથો સાથ કોર્ટ મહાનગરપાલિકાને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક અનેરો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં રાજકોટની તમામ શાળાઓના કુલ 7,500 વિદ્યાર્થીઓ એક જ સ્થળે ભેગા થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રમાં રંગ પુરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ દર્જ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ મનપાના સત્તાધીશો અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના શાળાના સંચાલકો ઉપસ્થીથ રહ્યા હતા. બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન મોદી ના નામનો નાદ પણ કર્યો હતો અને તેઓને આવકાર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ અયાબાદ રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા રેકોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે હવે લીમકા બુકની સાથો સાથ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ અબૂતપૂર્વ કાર્યનો રેકોર્ડ દર્જ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા વિધાર્થીઓમાં અનેરો થનગનાટ : ડી.વી મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે આજનો અવસર અનેરો છે કારણ કે વડાપ્રધાન મોદી રાજકોટની ધરતી ઉપર જ્યારે પગ મૂકવા જઈ રહ્યા છે ત્યારે તેનો આનંદ અને ઉત્સાહ સમગ્ર રાજકોટ વાસીઓના મુખે દેખાયો છે પરંતુ તેમાં પણ વિદ્યાર્થીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ વાતને ધ્યાને લઈ રાજકોટના આશરે 7500 વિદ્યાર્થીઓ કચ્છ સ્થળે એકઠા થઈ વડાપ્રધાન મોદીના ચિત્રમાં જે રંગ પૂર્યો છે તેનાથી તેમના વચ્ચે રાષ્ટ્રભાવના પણ ખરા અર્થમાં ઉજાગર બની છે અને રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારી નો અહેસાસ પણ તેઓને થયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ પૂર્વે ચાઇના દ્વારા સાડાચાર હજાર ઓ દ્વારા આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેને રાજકોટ એ તોડી નવો રેકોર્ડ ઉભો કર્યો છે.