જામ્યુકોનાં કોર્પોરેટરે પીએસઆઇને ડીસમીસ કરવાની માંગ સાથે એસપીને રજુઆત કરી
જામનગર મહાપાલિકાના કોર્પોરેટરે હુસેમાબેન સંધારી જોડીયા તાલુકા મથક પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ. એસ.વી. સોમાણી નિર્દોષ નાગરીકોને મનસ્વી રીતે અને કાયદાનો મીસયુઝ કરતા હોવાના આક્ષેપ સાથે તેમને ડીસમીસ કરવા એસપીને રજુઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે વાહન ચાલકોએ પોતાના વાહનો એકદમ સાઇડમાં રાખેલ હોય તથા પોતાના ઘર પાસે રાખેલ હોય ત્યારે પોતે બજારમાં રાઉન્ડમાં નીકળેત્યારે પોતાનો માભો જમાવવા રોફ જમાવે છે. અને ગેરકાયદેસર મોટી રકમના દંડ વસુલે છે.
જોડીયાની બજારમાં ટ્રાફીકની વ્યવસ્થા જાળવવા કયાંક પોલીસ મૂકવામાં આવતી નથી તથા ધાર્મીક જગ્યાએ દર્શન અર્થે ગયેલ વ્યકિતનું વાહન આ મહીલા ફોજદાર મનસ્વી રીતે ઉપાડી જાય છે. તેથી ગરીબ અને નાના માણસો વાહન વિના હેરાન પરેશાન થાય છે. નાના બાળકોને સ્કુલે મૂકવા જઇ શકાતું નથી.વાહનના ડોકયુમેન્ટ અત્યારે વરસાદની સીઝન હોવાથી સાથે રાખતા ન હોય વાહન દાદાગીરીથી ડીટેઇન કરે છે અને દંડ ભરવા માટે જામનગર આર.ટી.ઓ. સુધી ધકકા ખવડાવે છે તથા દંડની રકમ રૂા ૫ હજાર વસુલે છે. અને જોડાથી જામનગર સુધી ૧૦૦ કી.મી. રીટર્ન ધકકો ખાવો પડે છે. ખરેખર દંડ પેનલ્ટી માટે જોડીયા પોલીસે પોતાની પાસે જ વ્યવસ્થા રાખવી જોઇએ તેને બદલ ગરીબ મજુર માણસોને જામનગર સુધીના ધકકા ખવડાવે છે. તેથી નાના માણસો કામ ધંધા મૂકીને આખો દિવસ પોતાનું વાહન છોડાવવા હેરાન પરેશાન થાય છે.જોડીયા તથા જોડીયા તાલુકાના અનેક ગામોમાં ઇગ્લીશ દારુનો મોટા પાયે હેરાફેરી થાય છે તથા વાડીઓમાં દારુની મહેફીલો છૂટથી જામે છે તથા દારુનું વેચાણ જુગારની કલબો, ખનીજ (રેતી) ની ચોરી, અસામાજીક પ્રવૃતિઓ, મારા મારી, સગીરઓના અપહરણ, દુષ્કર્મ વિગેરે ખુલ્લેઆમ અને બેરોકટોક થાય છે. છતાં જોડીયા પોલીસ આ બધુ હપ્તા ખાઇને ચાલવા દે છે. જયારે ગરીબ મજુર અને નાના માણસોને વાહન જેવી નાની બાબતે તદ્દન ખોટી રીતે હેરાન કરે છે.