ભુજ શહેર ખાતે આવેલ શહેરવાસીઓ ના હૃદય સમાન હમીસર તળાવ માં આવેલા વરસાદી પાણીના સાથે સાથે ગટરના પાણી ભળી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે પાણી નો કલર બદલી ગયો છે અને દુર્ગંધ પણ આવતી હોવાની ચર્ચાઓ જાગી છે ત્યારે ખરેખર આ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કરવું આવશ્યક બની ગયું છે કેમકે હમીરસર તળાવની અંદર ઘણા લોકો નાહવા પડે છે તો ઘણા કપડાં પણ ધૌતા હોય છે આ વખતે નગર પાલિકાની બેદરકારીથી કોઈ વ્યવસ્થા ન થતા નાછૂટકે અમુક શહેરીજનો દ્વારા નવરાત્રિમાં ગરબા અહીં પધરાવ્યા છે પરંતુ હાલના સંજોગોને લઇને આ પાણી અતિ ગંદુ બની જતા રોગચાળો ફેલાવાનો ભય સેવાઇ રહ્યો છે ત્યારે આ બાબતે શહેરની અનેક નામી અનામી સંસ્થાઓ કે અન્ય પક્ષ ના ઝંડાઓ હાથમાં લઇ કરનારાઓ અને શહેરને સુંદર બનાવવાની વાતો કરનારા ઓ પણ આ મુદ્દે ચૂપ બેસી જતા અનેક જાતના તર્ક-વિતર્કો વહેતા થયા છે ત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જ્યારે ભુજ શહેર ની પ્રજાજનો આ ગંદા પાણી ના લીધે અન્ય કોઈ રોગચાળાનો ભોગ ન બને તેની જવાબદારી પણ ભુજ નગરપાલિકાએ સ્વીકારવી જરૂરી બની છે જો આમ કરવામાં નહિ આવે તો આ શહેરના લોકોના હૃદય સમા હમીરસર તળાવ ની હાલત પણ ભીડ ગેટ પાસે આવેલ દેશલસર તળાવ જેવી બની જતાં વાર નહીં કરે તેવી એક ચર્ચા બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહી છે
ભૂજના હમીરસર તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતુ હોવાની રાવ: તંત્ર દ્વારા યોગ્ય કરવા માંગ
Previous Articleભૂજ નગરપાલિકાના અણધડ વહીવટથી શહેરનાં વિકાસ કાર્યોમાં બ્રેક…?
Next Article આપણે બધા જીંદગીમાં મુસાફર જ તો છીએ!