ચીફ ઓફિસરને વિવિધ માંગણીઓ અંગે રજૂઆત ઉગ્ર દેખાવ સાથે સફાઇનુ કામ બંધ કરી દેવાની ચીમકી
સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલીકામાં અનુ.જાતિનાં ૨૫૦થી વધુ સફાઇ કામદારો મજુર સપ્લાયનાં કોન્ટ્રાકટમાં કામ કરી રહ્યા છે. કોરોના જેવી વૈશ્ર્વિક મહામારી તેમજ સંપુર્ણ લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સ તરીકે સફાઇ કામદારો પોતાના જીવન જોખમે શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી નિષ્ઠાપુર્વક કરી રહયા છે. ત્યારે આ કામદારોનાં પગાર કરવામાં આવેલ નથી કે તેઓની વિવિધ માંગણીઓ પુરી કરવામાં આવેલ નથી. જે મામલે કર્મચારી સંઘે ચીફ ઓફીસરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ નગરપાલીકા તેમજ કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારોને નિયમિત ધોરણ પગાર આપવામાં આવતો નથી તેથી પ્રથમ દ્રષ્ટીએ કામદારોને નિયમિત ધોરણે પગાર આપવાની પ્રાથમિક જવાબદારી કોન્ટ્રાકટની છે. તેમજ જો કોન્ટ્રાકટર પગાર ચુકવવામાં નિષ્ફળ જાય તો મુખ્ય માલીક પગાર ચુકવવા જવાબદાર છે જેથી સફાઇ કામદારોનાં હાજરી કાર્ડ અપાવવા પાર્ટ ટાઇમ (કોન્ટ્રાકટ બેઇઝ)નાં સફાઇ કર્મચારીઓને અગાઉનાં સમાધાન મુજબ ઓફ બંધ કરવામાં આવતાં હતાં. તેમ છતાં નગરપાલીક દ્વારા પુન: સફાઇ કર્મચારીઓને ઓફ અપવામા નમ્ર વિનંતી છે.
કાયમી સફાઇ કર્મચારીઓ જયારે નિવૃત થાય છે ત્યારે તેઓની કોન્ટ્રાકટ બેઇઝ અથવા તો ફીકસ પગારમાં રાખવામાં આવતાં નથી જયારે ઓફીસ સ્ટાફને રાખવામાં આવે છે જેથી નિવૃત થયેલ સફાઇ કામદારોને પુન: કામ પણ લેવામાં આવે તેવી માંગણી છે. જો માંગ સંતોષવામાં નહી આવે તો સફાઇ કામદારો દ્વારા ઉગ્ર દેખાવ સાથે સફાઇની કામગીરી બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.