સફાઈ કામદારો બુટ, મોજા, માસ્ક સહિતની ચીજવસ્તુઓ અપાતી નથી
માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ ભાવિનભાઇ રાઠોડે જણાવ્યું છે કે માણાવદર નગરપાલિકા ની છાશવારે સારેઆમ લાપરવાહી માં વધુ એક ઉમેરો પ્રજાજનો સમક્ષ ખુલ્લો થયો છે દર વર્ષે ચોમાસા પૂર્વે દોઢ મહિના પહેલા શહેર ના તમામ વોંકળા ગટરોની સફાઇ થઇ જવી જોઇએ તે માટે સરકાર ગ્રાન્ટ આપે છે જેમાં પાલિકા ની લાપરવાહીથી ૩૫ હજારની જનતાની જીંદગી સાથે સારેઆમ ખીલવાડ કરી રહ્યાની ફરિયાદ ભાવિન રાઠોડે મુખ્યમંત્રી ને કરી છે.
ચોમાસા પૂર્વે કામગીરી કરવાની હોય તે કામગીરી હવે ચોમાસુ ચાલું થયા બાદ કરી તે પણ જે સફાઈ કામદારો સફાઈ કરે છે
તેને એકપણ સુરક્ષાના સાધનો વગર જ કામગીરી કરાવીને સફાઈ કામદારોની જીંદગી સાથે ચેડા કરી રહયા છે. બુટ મોજા કે માસ્ક વગર જરૂરી સાધનો જ નથી એક બાજુ આધુનિક સાધનો છે જેસીબી જેવા સાધનો થી સફાઈ થવી જોઇએ તેવા સાધનો કયા ગયા ? સાથે સાથે કોન્ટ્રાક્ટ સફાઈ નો જે હાલ ગટરો ચોમાસામાં સફાઇ કરાવાય છે સફાઈ કરવાના નાટકો બંધ કરો ભાવનગર કમીશ્નર તાકીદ આ કામનું સ્ટોપ પેમેન્ટ કરાવી તટસ્થ તપાસ કરાવવા ભાવિનભાઇ રાઠોડે માંગ કરી છે