ઉના તાલુકાના ચાંચકવડ ગામે સરકારી શાળાની પાછળની બાજુ સર્વે નં. ૮૩/૨ સરકારીમાં કાયદેસરના નામે બિન કાયદેસર ખનીજ ખનન થતુ હોવાની સચોટ બાતમી મળતા ઉના પોલીસ દ્વારા તપાસ થતા એક ટ્રક અને એક ટ્રેકટર ઉના પોલીસને નજરે આવતા ગીર સોમનાથ ખાણ ખનીજને જાણ કરેલ જેમાં લાખો રૂપીયાની ખનીજ ચોરી સામે આવાની સંભાવના છે.જે લીઝ હોલ્ડર કાળારામ બારૈયા હાલ હયાત ન હોવાથી તેમના પુત્ર ઉપર તેમજ હાલ ખાણ સંભાળનાર દિલીપ ચૌહાણ રહે. ભીમપરા ઉનાના સિર પર આવવાની સંભાવના છે. જયારે હવે ગીર સોમનાથ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ થશે એની રાહમાં લોકોની રાહ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.