વોર્ડ ઓફિસે માત્ર પાંચ જ કર્મચારી અને કામ અનેક: સફાઇ અને મિલકત વેરા ઉપરાંત કોરાનાની કામગીરી સોંપાતા સ્ટાફ વધારવા માંગ
કોરોના વાયરસના પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે કોર્પોરેશનના કેટલાક કામમાં બ્રેક આવી છે તો કેટલાક સ્ટાફ પર કામનું ભારણ વધી ગયું છે. વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને માસ્ક સહિતની કોરોનાને લગતી કામગીરી સોપવામાં આવતા પોતાની મુળ ફરજ સાઇડ લાઇન બની જશે તેવી રાવ સાથે વધારોનો સ્ટાફ આપવા માગણી કરી છે.
શહેરમાં સફાઇ, ડેનેજ અને મિલકત વેરા સહિતના કામની સરળતા માટે કોર્પોરેશન દ્વારા વોર્ડ વાઇઝ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે. વોર્ડ વાઇઝ માત્ર પાંચ કર્મચારીનો સ્ટાફ ફરજ બજાવે છે એટલે તેઓને કામ ઘણુ વધુ રહેતું હોય છે. ત્યારે કોરોના મહામારીના કારણે વધારાના કામની જવાબદારી સોપવામાં આવતા કર્મચારીઓએ કામને પહોચી વળવા માટે મેયર બીનાબેન આચાર્યને વધારાનો સ્ટાફ ફાળવવા માટે રજુઆત કરી છે.