કાર્ડના ફોર્મના પણ નાણા પડાવાય છે: પુરતી વ્યવસ્થાનો અભાવ
ઉમરગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકો સોમવારે વહેલી સવારથી જ પહોંચી જાય છે. પરંતુ સી એચ.સી. ખાતે વ્યવસ્થા ના અભાવે લોકો ને આ કોરોના મહામારી ના સમય માં ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યા ની સાથે કેટલાક લોકો પાસે માં કાર્ડ અંગે ના ફોર્મ ના પૈસા પણ લેવાતા હોવા ની બુમ ઉઠવા પામી રહી છે.
છેલ્લા કેટલાક ઉમરગામ નગરપાલિકા ના પરપ્રાંતી વિસ્તાર ગણાતા ગાંધીવાડી ખાતે ના અંતરિયાળ ભાગ માં આવેલ ઉમરગામ સી.એચ.સી.કેન્દ્ર ખાતે છેલ્લા કેટલાક દિવસો થી સરકાર ની આરોગ્ય લક્ષી સેવાની યોજના ના અતિ મહત્વ ના એવા માકાર્ડ બનાવવાનું શરૂ થતાં આ વિસ્તાર માં રાહત ની લાગણી જોવા મળી હતી. એ લાગણી ક્ષણભંગુર હોવાનું લોકો અનુભવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. માકાર્ડ માટે ગાંધીવાડી ખાતે ના સી એચ.સી. કેન્દ્ર ખાતે જતા લોકો ના જણાવ્યા અનુસાર માકાર્ડ બનાવવા તેઓ વહેલી સવાર થી કામ ધધો છોડી સોમવારે પહોંચી જાય છે. પરંતુ સી. એચ.ચી. સેન્ટર ખાતે માં કાર્ડ બનાવ વા માટે કોઈ વ્યવસ્થા રાખવા માં આવી ન હોઈ ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે. આ સાથે માં કાર્ડ બનાવવા આવતા લોકો દ્વારા વધુ માં જણાવ્યા અનુસાર માં કાર્ડ માટે ના ફોર્મ ના પણ કેટલા લોકો પાસે પૈસા લેવાય છે. તેમજ અવ્યવસ્થા ને કારણે લાઈન ની જગ્યા એ ટોળાઓ ભેગા થતા હોય અને વ્હાલા સોયા ઓ નો નંબર લાગતો હોય ઘણા લોકો ને માત્ર ધરમ ના ધક્કા ખાવા નો વારો આવતો હોય છે. જે ને લઇ આ વિસ્તાર ની પ્રજા માં કાર્ડ ને લઇ ત્રાહિમામ પોકારી ઉઠી છે.