કૌભાંડ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ
કાગવદરથી ઉના એનએચ-૮ઈના કોન્ટ્રાકટર એગ્રો દિવ લીંક હાઈવે દ્વારા બેફિકર ખનીજચોરી કરીને રોડના કામમાં વપરાશ કરે છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં આરામમાં ? જે જુના પુલીયા ટોડી અને નવા બનાવવા હોવાને બદલે જુના પુલિયાની ઉપર જ સમારકામ કરી અને પ્રજાને અંધારામાં રાખી એ જુના પુલિયા ઉપર જ રોડ બનાવી નાખેલ.
એગ્રો કંપની અનેક વખત ખનીજ ચોરી કરતા પકડાયેલ પરંતુ તંત્રની મીલી ભગત હોવાને લીધે પોતાની મિજબાની ચલાવે છે. જયારે હજુ પણ જાફરાબાદ તાલુકાના ચોત્રા ગામની સીમમાં અને બારમણ ડેમની નજીક રાયડી નદીમાંથી ગામડાનાં ખેડુતોને અંધારામાં રાખી અને સુજલામ-સુફલામના બહાને ખનીજ ચોરી કરતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. અગાઉ આજ કંપની ઉના તાલુકાના સુલતાનપુર ગામેથી તથા બારમણ ગામમાંથી ખનીજ ચોરીમાં પકડાયેલ અને લાખો ‚પિયાનો દંડ થયેલ હોવાનું જાણવા મળેલ છે.
પરંતુ ભીનુ સંકેલવાનો પ્રયાસ ચાલુ રાખેલ અને એગ્રો કંપની ખનીજ ચોરી કરવામાં માહિર થઈ ગયેલ હોવાનું નકારી શકાય નહીં. જયારે અનેક વખત લેખિત ફરિયાદ કરેલ પરંતુ કરોડો ‚પિયાનું કૌભાંડ કરનારને આ સરકાર સહકાર આપતું હોવાનું નકારી શકાય નહીં તેવું લોકોના મુખે ચર્ચાય રહ્યું છે. જેનો લાભ એગ્રો દીવ લીંક હાઈવે દ્વારા લઈ રહ્યા છે. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા હોવા છતાં તંત્ર કોઈ પગલા લેવામાં આવેલ નથી. જો આવનારા દિવસોમાં ખનીજ ચોરી બાબતે અથવા નેશનલ હાઈવે-૮ઈ ના થયેલ કૌભાંડ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તંત્ર પણ પાર્ટનર હોવાનું નકારી શકાશે નહી એવું કહી શકાય.