- વિડીયો કોલમાં છાતીનો ભાગ બતાવી
- જો મારૂ આઠ લાખનું દેણું નહિ ભરો તો દવા પી જઈશ તેવી ધમકી આપી પૈસા પડાવવા દબાણ કર્યાનો આક્ષેપ
ગોંડલના જેતપુર રોડ પર ગીતાનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયાએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે પંદર દીવસ પહેલા હું મારા ઘર પાસે બેઠેલ હતો ત્યારે રાતના આશરે દશ વાગ્યે એક બહેન રીક્ષામા બેસી અમારી પાસે આવી એક ચીઠ્ઠી બતાવેલ હતી. જેમા કુંભારવાડા મામાદેવનુ મંદીર તેવુ સરનામુ લખેલ હતું. જે સરનામા બાબતે પૂછતાં મે તેમને સરનામું બતાવેલ હતું. બાદમાં અજાણી મહિલાએ કહેલ કે, મારે ત્યાં જોવડાવવા જવું છે જેથી મે કહેલ કે,ને કંઈ ખબર નથી. બાદમાં આ મહિલા રિક્ષામાં બેસી જતી રહેલ હતી અને અડધી કલાક બાદ પરત આવી મારી સાથે વાતચીત કરવા લાગેલ હતી અને મારા મોબાઈલ નંબર મેળવેલ હતા. બાદમાં બીજા દિવસે સવાર ફોન કરીને કહ્યું હતું કે, મારા પતિનું અવસાન થઇ ગયું છે, મારા ઘરમાં કંઈ નથી, તમે મારૂ કંઈક જોજો તેમ કહેલ હતું. જેથી મે કહેલ કે, હું આવું કંઈ જોતો નથી. બાદમાં મહિલાએ કહ્યું હતું કે, તમે મને રાત્રે બાર વાગ્યે ફોન કરજો, તમારું ખાસ કામ છે.
બાદમાં રાત્રિના બાર વાગ્યે મહિલાને અનેક ફોન કર્યા હતા પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. બીજા દિવસે રાતના 12:00 વાગે મેં તેમને પાછો વિડીયો કોલ કરતા મને વિડિયો કોલમાં મહિલા કહેવા લાગેલ હતી કે મારા ઘરમાં કંઈ નથી, તમે મારું દેણું ભરી દો નહિતર હું દવા પી જઈશ. જેથી મેં તેમને આશ્વાસન આપેલ તો મહિલાએ મને કહ્યું હતું કે તમે કહો તેમ કરવા હું તૈયાર છું. તમે મારું દેવું ભરી દો, હું તમારી સાથે ગમે તે સંબંધ બાંધવા તૈયાર છું. તેમ વાત કરતા વૃદ્ધે મહિલાને કહ્યું કે, દેખાડ.. તો આ મહિલાએ વિડીયો કોલમાં પોતાનું ટીશર્ટ ઊંચું કરી છાતીનો ભાગ બતાવેલ હતો અને ત્યારબાદ ફોન કાપી નાખેલ હતો. બાદ બીજા દિવસે મેં વોટ્સઅપમાં કોલ કરતા મહિલાએ એવું કહ્યું હતું કે, ઘર આવીને પાટ માંડવા સહીતની આડી અવળી વાતો કરી હતી.
જે બાદ ગત તા. 16-4-2025 ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે મારા મોબાઈલ નંબર ઉપર બે અલગ અલગ નંબર પરથી ફોન આવેલ કે, તમે રાજકોટ ઓફિસે આવો તેજલબેન બાબતે મારે તમને પ્રશ્ન પૂછવા છે. જે બાદ ફરીવાર ફોન આવતા મે રાજકોટ ખાતે રહેતા ભત્રીજા પ્રકાશ પાસે જઈને તમામ બાબતની વાત કરી હતી. જે બાદ બપોરે ઘરે હતો ત્યારે અઢી વાગે મારા ઘરનો દરવાજો ખખડતા મે દરવાજો ખોલતા જોયું તો મારા ઘર બહાર બે છોકરા ઉભા હતા. તેણે મને પૂછેલ કે રમેશભાઈ કોણ છે? હું જ છું કહેતા આ છોકરાઓએ આગળ આવો તમારું કામ છે કહી આગળના ચોકમાં લઇ જતાં ત્યાં એક નંબર પ્લેટ વગરની વરના કાર ઉભેલ હતી. જેમાં પદમીનીબા વાળા અને વિડીયો કોલમ વાત કરનારી મહિલા તેમજ એક અજાણ્યો શખ્સ હાજર હતા.
ત્યારબાદ પદમીનીબાને વાત કરવી છે, બેઠકબિ વ્યવસ્થા કરો તેમ અજાણ્યા શખ્સોંએ કહ્યું હતું અને ત્યારબાદ પાંચેય શખ્સોં અમારા ઘરમાં ઘુસી ગયા હતા અને મારી પર ખોટા આક્ષેપ કરતા તમારે આવડી દીકરી સાથે આવું કેમ કરાય? કહી પદમીનીબા જોરજોરથી રાડો પાડવાં લાગેલ હતા. બાદમાં પદમીનીબાએ કહ્યું હતું કે, તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ, હર્ષ સંઘવીને કહીને તારું મકાન પાડી નાખીશ તેવી ધમકીઓ આપવા લાગેલ હતા. દરમિયાન મારા મિત્ર વનરાજભાઈને ફોન કરતા તેઓ પણ આવી ગયા હતા અને આ લોકો અમારી સાથે વાત કરતા હતા. ત્યારે પદમીનીબાએ રાજકોટ ખાતે તેમની ઓફિસે આવી માફીપત્ર લખી, વિડીયો બનાવી સેટલમેન્ટ કરવા જણાવ્યું હતું. વધુમાં વિડીયો કોલમાં વાત કરનારી મહિલાએ કહ્યું હતું કે, તમે કંઈક નિર્ણય કરો, મારૂ સાત–આઠ લાખનું દેણું ભરો. તેમજ મહિલાએ પોતાના પર્સમાંથી દવાની સીસી કાઢી, હું દવા પી જઈશ કહી ધમકી આપેલ હતી.
ઉપરાંત પદમીનીબા સાથે આવેલ ત્રણેય અજાણ્યા શખ્સોં જેમાં પદમીનીબાંનો પુત્ર, શ્યામ અને હિરેન ધમકાવવા લાગેલ હતા. મે કાયદેસર કરી નાખવાનું કહેતા પાંચેય શખ્સોએ આશરે ત્રણ કલાક સુધી અમારી સાથે માથાકૂટ કરી હતી અને માફિનો વિડીયો બનાવવા અને તેમની રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે આવવા દબાણ શરૂ કર્યું હતું. જે બાદ વૃદ્ધ અલગ કારમાં તેમના પુત્ર અને મિત્ર સાથે રાજકોટ જવા રવાના પણ થયાં પરંતુ ત્યારબાદ પરત ગોંડલ આવી ગયા હતા અને બાદમાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પૈસાની કોઈ માંગણી કરી નથી, હવે લડી લેવાની તૈયારી : પદમીનીબા વાળા
મામલામાં પદ્મિનીબા વાળાએ એક વિડીયો મારફત નિવેદન આપ્યું છે કે, અમે સમગ્ર મામલામાં સમાધાન કરાવવા માટે ગયા હતા. પીડિત બહેને અમને આ ભુવા રમેશભાઈ અંગે જણાવ્યું હતું કે તેઓ પોતાનું જોવડાવવા ગયા હતા દરમ્યાન રમેશભાઈ એ આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું. જેથી અમે બંને પક્ષે સાંભળવા રમેશભાઈના ઘરે ગયા હતા. જ્યાં તેઓ રોવા લાગ્યા હતા અને માફી પણ માગી હતી. ત્યારે અમે માફી પત્રક લખવાનું કહ્યું હતું પરંતુ તેમણે લખ્યું ન હતું. બાદમાં તેમણે અમારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં મારા પુત્રનું પણ નામ લખાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ જાતની મારકુટ કરી નથી. ઉપરાંત પૈસાની પણ કોઈ જાતની માંગણી કરી નથી, જો તેમની પાસે કોઈ પણ પુરાવો હોય તો મીડિયા સમક્ષ જાહેર કરે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ પ્રકરણમાં બીજા તત્વો કામ કરી રહ્યા છે જેથી હવે અમારી લડી લેવાની પૂરેપૂરી તૈયારી છે.