ઉનામાં ટ્રાફિક પોલીસ દ્વારા નાના માણસોને માસ્ક ના નામે હેરાન કરાતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ફાટસર ગામ નો યુવાન ઉના હોસ્પિટલના કામે આવી રહ્યો હતો ત્યારે ગીર ગઢડા રોડ પર બાયપાસ ના બ્રિજ નીચે ઊભા રહેતા ઉના ટ્રાફિક પોલીસે રોકાવી માસ્ક પહેરેલ હોવા છતાં માસ્ક ના નામે દંડ ફટકારાતા યુવાને માસ્કનાં નામે પૈસા ભરી પાવતી મેળવેલ હોય અને યુવકે ટ્રાફિક પોલીસને માસ્ક પહેરેલ હોવાનું કહેતા ઉના પોલીસના ટ્રાફિક જમાદાર ધીરેન્દ્ર જસા ભાઈ રાજપુત અને ભરત કરશન ભાઈએ યુવાનની બાઈકની બીજી પાવતી ફાડી 207,182 મુજબ ગુન્હો નોંધી ગાડી ડીટેઈન કરી બે દંડની પાવતીઓ આપી હતી ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ગાડી ડિટેઇન ન કરવા પરિપત્ર બહાર પાડેલ હોવા છતાં આ ઉનાના ટ્રાફિક પોલીસે હોસ્પિટલના કામે જતા યુવાનની ગાડી ડિટેઇન કરેલ હતી.
ત્યારે અમુક લોકો રાત્રિના 11 વાગ્યા પછી બેફામ રીતે મોઢે માસ્ક પહેર્યા વગર વાહનો લઇ પસાર થતા હોય છે ત્યારે ઉના પોલીસ કેમ ઘૂંટણીએ પડી જાય છે કે કોઈનો ફોન આવી જાય છે ? તે એક સવાલ છે કે પછી નાના માણસોને હેરાન કરતા હોય તેમ એકને ગોળ આને એકને ખોળ આપવામાં આવે છે ? જોવું રહ્યું એક બાઈક ચાલકને બે દંડની પહોંચ આપનાર વિરુદ્ધ ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.