ચેકડેમનું પાણી ભૂગર્ભ ગટરમાં ભળી જતા ડેમ પ૦ ટકા ખાલી
લાલપુરમાં કરવામાં આવેલા ભૂગર્ભ ગટરના કામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની બુ આવી રહી છે. વરસાદમાં ભળી જતા ચાર દિવસમાં પ૦ ટકા જેટલો ડેમ ખાલી જઇ ગયેલ છે. જયારે બાકી ભરેલો ડેમ પણ ખાલી થવાની કતાર પર છે. લાલપુરમાં જે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે
તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમજ મનસુખલાલ પરસોતભાઇ ફળદુ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી તથા કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં કામ નકશા મુજબ કરવામાં આવ્યું નથી તથા નદીની અંદર ભૂગર્ભ ગટરનું કામ કરીને કોન્ટ્રાકટરને કરોડોનો લાભ કરાવવા માટે જાણી જોઇ અધિકારીઓ કોન્ટ્રાકટરને પેમેન્ટ ચુકવીને મદદ કરતા હોય તેમ સાબીત થઇ રહ્યું છે.
નદીમાં કરવામાં આવેલું ભૂગર્ભ ગટરનું કામ નકશા મુજબ ન નથી અને ચેકડેમનું પાણી ભૂગર્ભમાં ભળી જતા આ ચેકડેમ ચાર દિવસમાં પ૦ ટકા ખાલી થઇ ગયો છે.
આ ચેકડેમોમાંથી લાલપુરના બોર રીચાર્જ થતા હોય સરપંચ દ્વારા પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી. લાલપુરમાં ચેકડેમનું પાણી ભૂગર્ભ ગટરમાં ભળી જવાના કારણે ચેકડેમ અડધો ખાલી થઇ ગયેલછે. અને બાકી રહેલું પાણી પણ ખાલી થઇ જવાની ભીતી સેવાઇ રહી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત થઇ છે.