રણવીર સિંઘની આગામી ફિલ્મોમાં ગુલ્લી બોય અને કપીલ દેવની બાયોપિક સામેલ
રણબીર સિંઘ આમીર ખાનના રસ્તે જઈ રહ્યો છે તે મેથડ એકટર બની ગયો છે. ફિલ્મ પદ્માવતીમાં તે અલાઉદીન ખિલજીનું પાત્ર ભજવી રહ્યો છે. આના માટે તેણે દાઢી અને વાળ વધારવા ઉપરાંત સતત ખિલજીના ગેટઅપમાં રહેવાનું નક્કી કર્યું.રણવીરને મેથડ એક્ટિંગ મોંઘી પડી રહી છે. કેમ કે તેને ખિલજીના પાત્રમાંથી બહાર આવવા માટે સાઈકયાટિસ્ટની મદદ લેવી પડી રહી છે. કેમ કે શુટિંગ પૂરી થઈ ગયું છે. આમ છતાં રણવીરના દિલો દિમાગમાંથી ખિલજીનું હેન્ગ ઓવર ઉતરતું જ નથી. બાજીરાવના પાત્ર વખતે પણ આવું જ થયેલું પણ ડોકટર પાસે દોડવાની જ‚ર પડી ન હતી. રણવીર સાથે આવું અગાઉ થયું નથી. બેન્ડ બાજા બારાતથી લઈને ફિલ્મ બેફીકરે સુધીની રણવીર સિંઘની સફરમાં કોઈપણ વિઘ્ન આવ્યું નથી. પ્રથમ વખત એવોર્ડ લેવા ગયો ત્યારે રણવીર રડી પડયો હતો. શાહરુખ ખાને ભવિષ્યવાણી કરી હતી કે, હવે તુ આવી ગયો એટલે અમારે બધાયે રડવાનું છે ત્યારે સૈફ અલી ખાન પણ હાજર હતો. શાહરુખ જે બોલ્યો તે અક્ષરે અક્ષર સાચુ પડયું. આજે રણવીર સિંઘ સુપરસ્ટાર બની ગયો છે. તેની ફિલ્મો કરોડો કમાય છે જયારે શાહરુખ, સલમાન, સૈફ, રણબીરની ફિલ્મો ચાલતી નથી. પદ્માવતી સિવાય રણવીર સિંઘ પાસે બે નવી ફિલ્મો છે. જેમાં ઝોયા અખ્તરની ગુલ્લી બોય અને કબીર ખાનની એઈયી થ્રી (કપીલ દેવની બાયોપિક) છે.