હિન્દી ફિલ્મોમાં ગુજરાતી કલાકારો અને પાત્રોનું મહત્વનું યોગદાન

ફિલ્મમાં મનોરંજનનો ભરપૂર મસાલો; શુટીંગ ઓકટોબરથી શરૂ થશે

હિન્દી ફિલ્મોમાં ગુજરાતી કલાકારો અને ગુજરાતી પાત્રોનું મહત્વનું યોગદાન રહ્યું છે. બોલીવૂડ એક્ટર રણવીર સિંહ હાલ ૮૩” ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને એણે એક નવી ફિલ્મ સાઈન કરી છે, જેનું ટાઈટલ છે જયેશભાઈ જોરદાર. આ ફિલ્મમાં રણવીર ગુજરાતી યુવકની ભૂમિકા ભજવશે.આ ફિલ્મનું દિગ્દર્શન લેખક-દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કર કરશે, જેમની આ પહેલી જ હિન્દી ફિલ્મ હશે.

RANVEERSINGH

રણવીરને આ ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ છે. આ ફિલ્મ કોમેડી હશે અને એમાં મનોરંજનનો પણ ભરપૂર મસાલો હશે. ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ મનીષ શર્મા કરશે. શર્માએ જ દિવ્યાંગ ઠક્કરને આ ફિલ્મ બનાવવાનું કામ સોંપ્યું છે.

ફિલ્મનું શૂટિંગ આ વર્ષના ઓક્ટોબરથી શરૂ થશે. આ જ મનીષ શર્માએ સૌથી પહેલાં બેન્ડ બાજા બારાત ફિલ્મ બનાવી હતી અને એ ફિલ્મ રણવીરની કારકિર્દીની પહેલી હતી. રણવીરે જયેશભાઈ જોરદાર ફિલ્મ વિશે કહ્યું કે, આ ફિલ્મ બધાયને ગમશે. મને આની સ્ક્રિપ્ટ બહુ જ ગમી છે. મિરેકલ સ્ક્રિપ્ટ છે. “૨ ફિલ્મ રિલીઝ થયા બાદ રણવીરની જયેશભાઈ જોરદાર રિલીઝ થશે.

૮૩”  ફિલ્મ ભારતે ૧૯૮૩ માં જીતેલી વર્લ્ડ કપ સ્પર્ધાના વિષય પર આધારિત છે અને એમાં એ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે. રણવીર સિંહે અગાઉ સંજય લીલા ભણસાલીની રામલીલા ફિલ્મમાં પણ એક ગુજરાતીનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ હવે જયેશભાઇ જોરદાર ફિલ્મમાં બીજી વખત તે ગુજ્જુના રોલમાં જોવા મળશે.

રણવીરને ફિલ્મની સ્ક્રિપ્ટ એટલી બધી પસંદ આવી કે, તે “૮૩ ” ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો છતાં આ ફિલ્મ માટે તેને તરત ઓકે કહી દીધું હતું. જયેશભાઇ જોરદાર ફિલ્મ “૮૩” ફિલ્મ રિલીઝ થયા બાદ આ ફિલ્મ રિલીઝ થશે. રણવીર સિહેં આ ફિલ્મ વિશે જણાવતાં વધુમાં કહ્યું કે, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, હું દેશના સારા ફિલ્મમેકર્સ સાથે કામ કરી રહ્યો છું.

તેઓએ મારા પર ભરોસો કર્યો અને તેમના સિનેમેટિક વિઝનને લીડ કરવા મને પસંદ કર્યો તે માટે હું ધન્યતા અનુભવી રહ્યો છું. ફિલ્મના પ્રોડ્યૂસર મનીષ શર્માએ બેન્ડ બાજા બારાત ફિલ્મ ડિરેક્ટ કરી હતી. રણવીર સિંહ સાથે બીજી વખત કામ કરવા બાબતે તેમણે જણાવ્યું કે, એક ફિલ્મમેકર માટે સ્ક્રિપ્ટ જ સર્વસ્વ છે, જેમાં યોગ્ય મેસેજ મનોરંજક રૂપમાં આપવામાં આવે. દિવ્યાંગની સ્ક્રિપ્ટ આનું બેસ્ટ ઉદાહરણ છે. તે આ ફિલ્મને ડિરેક્ટ કરે તે માટે અમે બધા ખૂબ ઉત્સુક છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.