28 ડિસેમ્બરના રોજ રીલીઝ થનાર રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘સિમ્બા’ એક્શન ફિલ્મ પર આધારિત હોવાથી રણવીર સિંહને એક જબરદસ્ત બોડી બનાવી જરૂરી છે.માટે આ ફિલ્મ માટે રણવીર સિંહની બોડી ખુબજ મહત્વનુ પાર્ટ બની ગાયું છે.
રણવીર સિંહે મીડિયાને જણાવતા કહ્યું હતું કે, ‘રોહિત સરે મને પહેલા જ જણાવી દીધું હતું કે ફિલ્મ સિમ્બામાં કોઈપણ રીતે તું ફિટ જોઇસ માટે હવે આ બાબતને સાબિત કરવાનો સમય આવી ગયો છે કે કોઈપણ હાલતમાં મારી બોડી બનવું…’
રણવીર સિંહ હાલમાં જ એક ગંભીર ઇજાથી બાર આવ્યા છે. ત્યારે તરત જ તે જિમમાં પરસેવો પાડવા ચાલ્યા ગયા હતા આ બાબત થી તેના ઉપર ગંભીર અસર પણ પડી છે. આ બાબત પર રણવીર સિંહે જણાવ્યુ હતું કે, ‘હું જાણું છું કે મારી બોડી દરેક સમયે ગમેતે હલાતમાં મારો સાથ આપે છે, અને હું જાણું છું કે જિમમાં કઈ હદ સુધી મારે મેનત કરવી… ’
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com