દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ઈટાલીમાં સંપન્ન થયેલા લગ્ન બાદ રણવીર સિંહનો બંગલો દુલ્હનની જેમ સજાવીને તૈયાર કરાયો છે. સોશિયલ મીડિયા પર રણવીરના બંગલાની તસવીરો સામે આવી છે.

રણવીરનો આ બંગલો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત છે. હાલમાં આ ઘર લાઈટોથી ઝગમગી રહ્યું છે. રણવીરના આ વિલાનું નામ શ્રી છે. રણવીરનું આ ઘર નવી વહુના સ્વાગત માટે તૈયાર છે.

રણવીર સિંહ જ્યાં રહે છે તેણે તે બિલ્ડીંગનો આખો પહેલો ફ્લોર ખરીદી લીધો છે. આ સમગ્ર ફ્લોરનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને જાણકારી મુજબ કપલ જલ્દી જ અહીં શિફ્ટ થવાનું છે. જોકે બંનેના ફ્યૂચર પ્લાન્સ ખૂબ જ મોટા છે. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ બંને મુંબઈમાં પ્રાઈમ લોકેશન પર પ્રોપર્ટી ખરીદવા ઈચ્છે છે. આ માટે તેમણે લગભગ ૭૦ કરોડનું બજેટ રાખ્યું છે.

દીપિકા અને રણવીરના લગ્ન બાદ હનીમૂન માટે રવાના થઈ જશે. હનીમૂનથી ભારત પાછા આવીને રિસેપ્શન આપશે. રિપોર્ટ્સ મુજબ દીપિકા અને રણવીર ૨૧ નવેમ્બરે બેંગલુરુમાં રિસેપ્શન આપશે. આ રિસેપ્શનમાં દીપિકાના નિકટના મિત્રો અને સંબંધીઓ શામેલ થશે. આ બાદ બંને ૨૮ નવેમ્બરે ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.