Jamnagr: કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે આજથી સુપ્રસિદ્ધ રામદેવપીરના મંદિરે 3 દિવસ માટે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જામનગરના સાંસદ પૂનમ માડમના હસ્તે આજ રોજ ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેમજ દર વર્ષે નોમ , દશમ અને અગિયારસના 3 દિવસ માટે વર્ષોથી લોકમેળો યોજાય છે. અહી દૂર દૂરથી ભાવિકો રામદેવપીરના દર્શને આવી ધન્યતા અનુભવે છે. ત્યારે આજ રોજ નોમના દિવસે રામદેવપીરને બાવન ગજ ધ્વજા ચઢાવવામાં આવે છે. આ સાથે અહી આ ધાર્મિક લોકમેળામા દરરોજ રાત્રે ભજન , લોકડાયરા , કીર્તન , રામા મંડળ , કાન ગોપી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ લોક મેળો આજરોજ જામનગરના સાંસદ પૂનમ માડમ, સાધુ સંતો,ધારાસભ્ય મેઘજી ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ,તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ , સહિત ભાજપના આગેવાનો અને સાધુ સંતો, સહિત રામદેવપીર જગ્યાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ભાતીગળ 3 દિવસ માટે લોકમેળો આજથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. 3 દિવસ દરમિયાન આ લોકમેળામા લાખો લોકો ઉમટી પડશે. આ સાથે ઘણા સમય બાદ મેળો આવતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ તત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સાંસદ દ્વારા લોકોને મેળો માણવા આવા માટે આમંત્રણ આપ્યું છે.
રાજુ રામોલીયા