રેન્સમવેરના આતંક દ્વારા નાણા કમાનાર ‘લોકી’પૈસા પડાવવા માટે જ ખાનગી ડેટા પર નજર રાખે છે ?
‘રેન્સમ વેર’ નામના વાયરસનો આતંક વર્તમાન સમયે દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ આતંક એટલો થયો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે તેનો ભોગ બનેલ લોકો દ્વારા હેકર્સ ને તેની ફાઇલ પરત કરવા માટે પૈસા જોઇએ તો આપવા માટે તૈયાર થયા છે તેમજ ફાઇલ પરત કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.વોનાક્રાય પેટયાના કેસો તાજેતરમાં નોંધાયા છે પરંતુ રેન્સમવેર એટેક કરે છે તો લાંબા ગાળા સુધી જતાં નથી. એટલું જ નથી તાજેતરમાં રેન્સમવેર એટેકનો ભોગ બની ચૂકેલા લોકો દ્વારા કેટલા નાણાં ચુકવવામાં આવ્યા તેનો એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જે મુજબ છેલ્લા બે વર્ષમાં રેન્સમવેર પીડીતોએ અંદાજીત ૧૬૦ કરોડ ચુકવ્યા હોવાનું તારણ આવ્યું હતું. આ અભ્યાસ ગુગલ દ્વારા સાનડીયાગોમાં સંચાલીત એનવાયયુ ટંડન સ્કુલ ઓફ એન્જીનીયરીંગના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આ રિપોર્ટનું તારણ જણાવે છે કે માહિતી ટ્રેક કરીને નાણા મેળવવા માટેના પુરાવાઓ રેન્સમવેર વિ‚ઘ્ધ નોંઘ્યા હતા. તેમજ સંશોધનો દ્વારા રેન્સમવેરના એટેકની ઇકોસિસ્ટમને સમજવાની કોશીષ કરવામાં આવી હતી.રેન્સમવેર એટેક દ્વારા તમારા કોમ્પ્યુટરને ક્ષતિ પહોંચાડી તમારી ફાઇલ તથા પ્રાઇવેટકી જાણી પીડીતો પાસેથી પૈસા પડાવવાનું એક કારણ સામે આવ્યું હતું. જેમાં પીડીતો દ્વારા રેન્સમવેરના એટેકથી ગુમાવેલો ડેટા પરત મેળવવા માટે સામેથી જ નાણા ચુકવવા તૈયાર થઇ જાય છે. આ અભ્યાસ તાજેતરમાં થયેલા ૩૪ વ્યકિતગત રેન્સમવેર પર ખાસ હાથ ધરવામાં આવ્યો હતો. ડેટા પર રેન્સમવેરના આતંકને કારણે ગત વર્ષે ૨૦૧૬માં પણ ખાસ્સા નાણા ચુકવવામાં આવ્યા હતા. આવા એટેક કરનારાને ‘લોકી’ કહેવાય છે.આવા‘લોકી’ દ્વારા રેન્સમવેર એટેક કરી કમ્પ્યુટર મશીન સાથે છેડછાડ દ્વારા માહીતી જપ્ત કરવામાં આવે છે. અને તેના બદલે પૈસા વસુલે છે. એવું પ્રો. ડમોન મેકોય જણાવે છે વધુમાં તેઓ જણાવે છે કે ‘લોકી’ માત્ર પૈસા પડાવવાના હેતુથી જ ઘ્યાન કેન્દ્રીત કરે છે.માટે તે આ માહીતીને ફેલાવીને પણ નાણા મેળવે છે.