નવી મુંબઈની મહાત્મા ગાંધી મીશન હોસ્પિટલના તમામ કોમ્પ્યુટરોની સિસ્ટમ બ્લોક: ડેટા લેખિતમાં હોવાથી દર્દીઓને મુશ્કેલીઓમાં મોટી રાહત
આજની વધતી જતી ડિજિટલ સુવિધાઓ વચ્ચે સાયબર અટેકનો ભય પણ ખુબ જ વઘ્યો છે. ઈન્ટરનેટ દ્વારા ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કર્યા પહેલા સાયબર સુરક્ષા મજબુત બનાવવી જરૂરી છે જેના અભાવે દેશમાં ફરી રેન્સમવેર અટેકની દહેશત ઉભી થઈ છે. તાજેતરમાં નવી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં રેન્સમવેર અટેક થયો હોવાના અહેવાલો મળ્યા છે.
આ મામલે મુંબઈ પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે કહ્યું કે, એક ખાનગી હોસ્પિટલ મહાત્મા ગાંધી મિશનમાં ૧૫ જુલાઈના રોજ રેન્સમવેર અટેક થયો હતો. હોસ્પિટલની ટ્રેક પાછી લેવા સાયબર નિષ્ણાંતો પ્રયાસો કરી રહ્યા છે. આ મામલે ડેપ્યુટી સીપી તુષાર દોષીએ જણાવતા કહ્યું કે, ૧૫ જુલાઈના રોજ ખબર પડી કે હોસ્પિટલના કોમ્પ્યુટરની તમામ સિસ્ટમો બ્લોક કરી દેવાઈ છે અને તે પણ ૧૫ દિવસ પહેલા.
સાયબર હુમલાખોરે પૈસાની માંગણી કરી છે જયાં સુધી તેની આ માંગ ન સંતોષાય ત્યાં સુધી હોસ્પિટલના તમામ કોમ્પ્યુટરાઈઝડ ડેટા બ્લોક રહેશે તેમ ઈ-મેઈલ દ્વારા જાણ થઈ છે. પોલીસ આ ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસની શોધખોળ કરી રહી છે કે જયાંથી હુમલાખોરે ઈમેઈલ કર્યો હતો.
મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલના તમામ કોમ્પ્યુટરના તમામ ડેટા બ્લોક થઈ ચુકયા છે જે પાસવર્ડ વિના ખુલ્લી શકે નહીં અને આ પાસવર્ડ હુમલાખોર પાસે છે. જોકે હોસ્પિટલના તમામ દર્દીઓના ડેટા કોમ્પ્યુટરની સાથે સાથે અન્ય ચોપડામાં લેખિતમાં પણ હોવાથી દર્દીઓને સમયસર દવા સહિતની સુવિધા પહોંચી રહી છે તેમ હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું છે. ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની ૪૩મી કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.
શું છે રેન્સમવેર અટેક
રેન્સમવેર અટેક એક એવો સાયબર હુમલો છે કે જેમાં હુમલાખોર એક રેન્સમ એટલે કે વાયરસ બનાવી કોઈપણ કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં નાખી દે છે આ રેન્સમવેર અટેક સૌથી ખતરનાક હુમલો છે જે કોમ્પ્યુટર કે ફોનની સમગ્ર સિસ્ટમ માત્ર સેંકડોમાં બ્લોક કરી નાખે છે જેને પાછી ટ્રેક પર લાવવી લગભગ નામુમકીન હોય છે પરંતુ જો આ સિસ્ટમ ખોલવા પાસવર્ડ નાખેલો હોય તો તે દ્વારા તે ખુલ્લી શકે છે પણ એ હુમલાખોરે બનાવેલ હોવાથી તેની પાસે જ હોય. રેન્સમવેર વાયરસ કોમ્પ્યુટરમાં નાખી હુમલાખોર અમુક પૈસા કે બીજી કંઈક માંગણી કરે છે અને બ્લેકમેલ કરે છે જયાં સુધી માંગ પુરી ન થાય ત્યાં સુધી સિસ્ટમ પાછી ટ્રેક થાય નહીં અથવા તે તમામ ડેટા બ્લોક કરી નાખે. જણાવી દઈએ કે, આ પ્રકારનો હુમલો વર્ષ ૨૦૧૭માં ૧૫૦ દેશોમાં અગાઉ થયો હતો. જેમાં ૨,૩૦,૦૦૦ કરતા પણ વધુ કોમ્પ્યુટરોની સિસ્ટમ બ્લોક થઈ હતી. શું છે રેન્સમવેર અટેક
રેન્સમવેર અટેક એક એવો સાયબર હુમલો છે કે જેમાં હુમલાખોર એક રેન્સમ એટલે કે વાયરસ બનાવી કોઈપણ કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં નાખી દે છે આ રેન્સમવેર અટેક સૌથી ખતરનાક હુમલો છે જે કોમ્પ્યુટર કે ફોનની સમગ્ર સિસ્ટમ માત્ર સેંકડોમાં બ્લોક કરી નાખે છે
જેને પાછી ટ્રેક પર લાવવી લગભગ નામુમકીન હોય છે પરંતુ જો આ સિસ્ટમ ખોલવા પાસવર્ડ નાખેલો હોય તો તે દ્વારા તે ખુલ્લી શકે છે પણ એ હુમલાખોરે બનાવેલ હોવાથી તેની પાસે જ હોય. રેન્સમવેર વાયરસ કોમ્પ્યુટરમાં નાખી હુમલાખોર અમુક પૈસા કે બીજી કંઈક માંગણી કરે છે અને બ્લેકમેલ કરે છે
જયાં સુધી માંગ પુરી ન થાય ત્યાં સુધી સિસ્ટમ પાછી ટ્રેક થાય નહીં અથવા તે તમામ ડેટા બ્લોક કરી નાખે. જણાવી દઈએ કે, આ પ્રકારનો હુમલો વર્ષ ૨૦૧૭માં ૧૫૦ દેશોમાં અગાઉ થયો હતો. જેમાં ૨,૩૦,૦૦૦ કરતા પણ વધુ કોમ્પ્યુટરોની સિસ્ટમ બ્લોક થઈ હતી.