શ્રી ગડકરીએ હવે એવો સવાલ ઉઠાવ્યો છે કે મુસ્લીમો માટે તો દુનિયામાં ઘણા દેશો છે, હિન્દુઓ માટે તો એક જ દેશ છે, વર્તમાન સ્થિતિમાં હિન્દુઓએ કયાં જવું ?
નાગરિકતા કાનૂને આખા દેશમાં ‘જવું તો કયાં જવું’નો સવાલ ખડો કર્યો છે. હિન્દુ-મુસલમાન સાતે ન રહી શકે એ પડઘો આ કાનૂને જગાડયો છે. આપણા ભારતમાં જ આ સ્થિતિ છે કે આખી દુનિયામાં આ સવાલ ઉઠી રહ્યો છે, એ તો આગામી સમય જ કહેશે, પણ ભારતમાં તો પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ એ સાર્વત્રિક બન્યો છે, અને તેણે આખા દેશને ગુમનામ કરી મૂકયો છે. અને આ ‘બાજી’ કેન્દ્રના કાબુમાં નથી એવો ખ્યાલ ઉપસાવે છે ! મોદી સરકાર સામે આ બંધારણીય પડકાર બની જઈ શકે છે ?
નાગરિકતા-કાનૂનના મૂદ્દે લગભગ આખો દેશ સળગ્યો છે. અને કેન્દ્ર સરકારને હવે એમ લાગવા માંડયું છે કે, ‘બાજી’ તેના હાથમાં નથી રહી. કદાચ આ કારણે જ તેણે દેખાવકારો પાસે આ મામલાને થાળે પાડવાના સૂચનો માગ્યા છે. દિલ્હીના આ અંગેનો અહેવાલમાં દર્શાવ્યામુજબ નાગરિકતા એકટ મુદે આખા દેશમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પ્રદર્શનકારીઓ પાસે સૂચનો માંગ્યા છે.પ્રદર્શનકારીઓને સૂચનો પર સરકાર વિચાર કરશે નાગરિકતા એકટને લઈને દેશના ઘણા ગોમાં આજે પણ પ્રદર્શન થયા હતા ઉત્તર પ્રદેશમાં ઘરી જગ્યાએ હિંસક પ્રદર્શનના સમાચાર આવ્યા છે.
યુ.પી. દિલ્હી અને વડૌદરા-ગુજરાતમાં બેફામ હિંસાખોરીની ઘટનાઓ એકધારી ચાલુ રહી છે.
ગુજરાત પણ આવા તોફાનોમાંથી બાકાત નથી રહ્યું અમદાવાદ બાદ વડોદરામાં હિંસા ભડકી હતી ખાસ કરીને વડોદરા શહેરના હાથીખાના, ફતેપૂરા, યાકુતપૂરા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના હજારો લોકોના ટોળાએ પોલીસને ટાર્ગેટ કરી પોલીસ અને તેમની ગડીઓ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો.
આ બધું જોતા નાગરિકતા-કાનૂનના મુદ્દે આખો દેશ વિપક્ષોની ભૂમિકામાં આવી ગયો છે.
મીરાબાઈએ કહ્યું છે તેમ, પ્રભુજી રૂઠયા હોવાની સ્થિતિ પેદા થઈ છે. પ્રભુજી એટલે પ્રજા-આખે આખી !
જો આ સ્થિતિ વણસતી નહિ અટકે તો કેન્દ્ર સરકાર ઉપર દેશની રખેવાળી કરવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ આવશે અને રાષ્ટ્રપતિ અગ્નિપરીક્ષામાં મૂકાવાની સ્થિતિ આવશે અને તે કદાચ હમણા સુધીની સર્વપ્રથમ ઘટના બનશે. સરકાર વિલંબ વિના સર્વપક્ષી યોજે, અથવા રાષ્ટ્રીય સરકાર બચવા જેવી સ્થિતિમાં આવી શકે છે. ઘડીનાય વિલંબ વિના સરકાર ભૂલચૂકમાં સુધરે, એ ડહાપણ ભર્યું ગણાશે!