માનવ સંશાધન મંત્રાલય દ્વારા આ લાગુ કરવા હળવા ધારાધોરણો તથા ગુણવતા માટે ચર્ચા

સરકાર દ્વારા શિક્ષણના ક્ષેત્રે એક નવો નિર્ણય કરવામાં આવશે. જે મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની ગુણવતાનું સ્તર સુધારવા અને વૈશ્ર્વિક સ્તર સુધીનું કરવા માટે હવે તેમને નંબર આપવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. આ બાબતને અમલી બનાવવા માટે તમામ સંસ્થાનોને જોડવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવશે.

સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા તેને અમલી બનાવવાના હેતુ સર હળવા નિયમો નંબર આપવા માટે અનુસરણ કરાવવામાં આવશે. તેમજ આ બાબતની ચર્ચા માટે મંત્રાલય દ્વારા યુજીસીની ગ્રાન્ટ મેળવતી યુનિવર્સિટીનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. માનવ સંશાધન મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ૩૯,૦૦૦ કોલેજો છે. ૧૧,૦૦૦ ખાનગી કોલેજો તથા ૭૬૦ યુનિવર્સિટી મળી અંદાજિત ૫૧,૦૦૦ શૈક્ષણિક સંસ્થાનો આવેલા છે. જેમાંથી ૬ ટકા સંસ્થાનો જાગૃતિના અભાવે જોડાયા નથી. તેઓ ધારાધોરણો મુજબના સામાન્ય દસ્તાવેજો રજુ કરી શકયા નથી.

નેશનલ ઈન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ)ની પઘ્ધતિમાં પાંચ મુદાઓના આધારે નંબર આપવામાં આવશે. શિક્ષણ, અભ્યાસ, સંશોધનો, વ્યવસાયિક તાલીમ મેળવનારના પરિણામો, તેમજ શૈક્ષણિક સંસ્થાનો દ્વારા ખાસ ક્ષેત્રે હાંસિલ કરેલ સફળતાને ધ્યાને લેવામાં આવશે. આ તમામના ગુણાંકનમાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કરવા સૌથી વધુ ૧૦૦ ગુણ મેળવી શકશે. મંત્રાલય દ્વારા આ માટે આ ગુણવતાને આધારે નંબર આપવા માટે પ્રશ્ર્નો પુછવામાં આવી રહ્યા છે. આ નિશ્ર્ચિત થયા બાદ તેને સંસ્થાનોમાં મોકલી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.