- સાબરકાંઠાના ભૂખ્યાડેરા ગામમાંથી કરાઈ અટકાયત
- કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની કરી અટકાયત
ગુજરાતમાં પોંઝી સ્કીમોના નામે BZ ગ્રુપ દ્વારા રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં CIDની ટીમને આ કૌભાંડમાં મોટી સફળતા મળી છે. તેમાં મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની અટકાયત કરવામાં આવી છે. CIDની ટીમ ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી છે. તેમાં વધુ એકવાર તપાસ માટે ટીમો ગ્રોમોર કેમ્પસ પહોંચતા કેમ્પસમાં CIDની ટીમોએ સર્ચ હાથ ધર્યું છે.
ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ CID ક્રાઈમ છેલ્લા એક મહિનાથી તપાસ કરી રહી છે. તેમજ CIDની ટીમને આ કૌભાંડમાં મોટી સફળતા મળી છે. CID ક્રાઈમની ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ક્રાઈમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઈની ધરપકડ કરી લીધી છે. જોકે, ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પરંતુ મોટાભાઈ રણજીતની ધરપકડ કરી હતી.
સાબરકાંઠામાં BZ ગ્રુપ કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે CIDની ટીમ કેમ્પસ પહોંચી હતી. જ્યાં અનેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેમજ CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઈ રણજીત ઝાલાની ધરપકડ કરી લીધી છે.
સાબરકાંઠાના ભૂખ્યાડેરા ગામમાંથી કરાઈ અટકાયત
CIDની ટીમે અલગ અલગ 04 ટીમો બનાવીને CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરંતુ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા હજી પણ ફરાર છે. તેમજ તપાસ એજન્સીએ તપાસ શરૂ કરતાની સાથે જ ભુપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠાના ભૂખ્યાડેરા ગામમાંથી અટકાયત કરાઈ છે.