અલગ અલગ રાજયના રાજવી,રાજકીય નેતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાને અર્પણ કર્યા શ્રધ્ધાસુમન
રાજકોટ રાજયના પ્રજાવત્સલ રાજવી પુજય લાખાજીરાજ બાપુની વાત્સલ્ય જયોતને અખંડ પ્રજવલ્લિત રાખનાર પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાની સામાજીક, રાજકીય સુવાસની દિવ્ય લહેરો આજે રણજીત પેલેસ ખાતે અનુભવાઇ હતી. પૂજય દાદાના દેહ વિલય બાદ રાજપરિવારના સતાવાર નિવાસ સ્થાને યોજાયેલી પ્રાર્થનાસભા તથા ઉતરક્રિયામાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને આઘ્યાત્મિક ક્ષેત્રોના દિગ્ગજોઓ રણજીત વિલાસ પેલેસ ખાતે જઇને રાજકોટના રાજવી અને ગુજરાત રાજયના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાની છબી સન્મુખ ભાવવંદના કરી શ્રઘ્ધા સુમન અર્પણ કરી પૂજય દાદા ત્થા રાજપરિવાર પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરી હતી.
જાહેર જીવનના અનેક ચઢાવ- ઉતાર જોનારાઓના મુખેથી એક જ વાત સાંભળવા મળી કે મૂલ્ય, નિષ્ઠા, સેવા, સમર્પણ અને સહિષ્ણુ તાનો એક યુગ પૂર્ણ છેવાડાના માનવીના હ્રદયની વેદનાને વાચા આપી તેમની સમસ્યાઓનું સમાધાન કરનાર ઉતમ કક્ષાના રાજીનીતીજ્ઞની વિદાયથી જાહેર જીવન રંક બન્યું છે.
શ્રઘ્ધાંજલી માટેના નિર્ધારીત સમયથી પહેલા જે માનવ મેરામણ ઉભરાયો હતો અને પૂ. દાદાને ભારે હ્રદયે શ્રઘ્ધા સુમન અર્પણ કરી પૂજય દાદાને ભાવાંજલી અર્પણ કરવા મહારાજાસાહેબ એચ.એચ.ફ શ્રી યદુદીર કૃષ્ણદતા ચામરાજ વાડીયાર ઓફ મૈસુર, રાજા સાહેબ ગજેન્દ્રસિંહ ખીમસર (રાજસ્થાન) (મંત્રી રાજસ્થાન, , શ્રી જયકુમાર રાવલ (ડોડાઇચા – મહારાષ્ટ્ર અન મંત્રી મહારાષ્ટ્ર, મહારાજ સિઘ્ધરાજસિંહજી ઓફ ધ્રાંગધ્રા, મૂળી, ચુડા, મહારાજકુમાર શિરોહી દૈવતસિંહજી (રાજસ્થાન), ક્રિષ્ણદેવસિંહજી, ધ્રુવકુમારસિંહજી ઓફ ધ્રુવનગર, નામદાર મહારાજાધિરાજ મહારાવ સાહેબશ્રી રધુવીરસિંહજી ઓફ સિરોહી (રાજસ્થાન), એચ.એચ. જીતેન્દ્રસિંહ ઓફ અલવર (માજી. કોંગ્રેસ યુનિયન મીનીસ્ટર ડીફેન્સ,શ્રી અભિલાષાકુમારી (ચેર પર્સન ગુજરાત હયુમન રાઇટસ કમીશન) એચ.એચ.મહારાજા સાહેબશ્રી જયોતિન્દ્રસિંહજી અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, શ્રી નરેશભાઇ પટેલ (ખોડલધામ ચેરમેન), શ્રી રમેશભાઇ ઓઝા, પટેલ બ્રાસ વર્કસ પ્રા.લી. ડાયરેકટર, દરબાર સાહેબ સન્યજીતસિંહ ખાચર ઓફ લુણાવડા, એચ.એચ. નવાબ સલ્લાઉદીનખાન બાબી ઓફ બાલાશિનોર, શ્રી અમિત ચાવડા પ્રેસિડેનટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી, શ્રી આઇ.કે.જાડેજા (અઘ્યક્ષ ૫૦ મુદા અમલીકરણ) પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા,
વાય.એસ. જયવીરસિંહ ગોહિલ ઓફ ભાવનગર, મહારાજ કુમાર છત્રશાલસિંહજી ઓફ નાગોદ, ગીરીબાપુ, ગોંડલ, મહારાજ સાહેબ ઓફ સંતરામપુર, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (મંત્રીશ્રી એજયુકેશન, લો એન્ટઠ જસ્ટીસ) ઘનશ્યામ મહારાજ ગોંડલ, નરેન્દ્રસિંહ સોલંકી (આપાગીગાનો ઓટલો), સ્વામીશ્રી (ગુરુકુળ ગોંડલ રોડ) સદગુરુ સદન ટ્રસ્ટ, રણછોટદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, એસ.જી.વી.પી. ગુરુકુળ, રીબડા, સ્થાપક વાસી જૈન મોટા સંઘ, જૈન સંઘ, મામાજી ગુરુજી, કૃપાલુ આશ્રમ મલાવ, વિશ્ર્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર, આર્ય સમાજ, બેડીનાકા રાણીમાં ડીમાં પરિવાર, ભાગવત મીશન ટ્રસ્ટ, જયદશસિંહજી પરમાર પ્રધાનશ્રી, હાલોલ, જયદેવસિંહજી પરમાર પ્રવકતા કોંગ્રેસ પાર્ટી, સાગરભાઇ રાયકા પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, વલ્લભભાઇ કથીરીયા પૂર્વ મંત્રીશ્રી, હકુભા જાડેજા ધારાસભ્યશ્રી જામનગર, શૈલેષભાઇ પરમાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ, દિલીપસિંહજી ગોહિલ પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ડો. રણમલભાઇ વારોતરીયા, (માજી મંત્રી) લલીતભાઇ કગથરા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બાવનભાઇ મેતલીયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ટપુભાઇ લીબાચીયા પૂર્વ ધારાસભ્ય, જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય, મોહનભાઇ કુંડારીયા ભૂ.પૂ. કેન્દ્રીય મંત્રી, સાંસદ નવીનચંદ્ર રવાણી (પૂર્વ સાંસદ અમરેલી) કિરીટસિંહ રાણા પૂર્વ પ્રધાનશ્રી, રણજીતસિંહ ઝાલા માજી મંત્રીશ્રી, બાબુભાઇ મેધજીભાઇ શાહ (માજી મંત્રીશ્રી) વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્યશ્રી ભચાઉ, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, લાખાભાઇ સાગયઠીયા, રાજકોટ રલ, પુષ્પદાન ગઢવી (પ્રભારી પૂર્વ સાંસદ) જૈમનભાઇ ઉપાઘ્યાય પૂર્વ મેયર, બીનાબેન આચાર્ય મેયરશ્રી, જનકભાઇ કોટક પૂર્વ મેયર, ડો. દર્શિતાબેન શાહ પૂર્વ ડે.મેયર, ભાનુબેન બાબરીયા પૂ. ધારાસભ્ય, અશોકભાઇ ડાંગર (પૂર્વ મેયર), ધમેન્દ્રસિંહજી ઝાલા (પૂર્વ મેયર જામનગર) હકુમતસિંહ જાડેજા (પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત) ડે. ડાયાભાઇ પટેલ (માજી જીલ્લા પ્રમુખ) નીતાબેન આચાર્ય (માજી પ્રમુખ કચ્છ) મહંમદ હુસેન બ્લોચ (માજી મંત્રીશ્રી જામનગર)
પ્રતાપસિંહજી ચૌહાણ વાઇસ ચાન્સલેન્સર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નલીનભાઇ વસા (ચેરમેન રાજકોટ નાગરીક બેંક) પ્રઘ્યુમનસિંહજી જાડેજા ડીરેકટર ખેતી બેંક ધ્રોળ, સીટીઝન બેંક તથા હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય, પ્રવિણસિંહ જાડેજા પ્રમુખશ્રી (ક.કા.ગુ. ગ. એસો.) નરેન્દ્રસિંહ ઠાકુર શિક્ષણ સમીતી ચેરમેન, વ્હોરા સમાજ, બ્રહ્મસમાજ, ગઢવી સમાજ, પ્રજાપતિ સમાજ, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ દરજી સમાજ, સરદાર પટેલ સોશીયલ ગ્રુપ બેડીપરા, સગર જ્ઞાતિ મંડળ, સમસ્ત લેઉઆ પટેલ સમાજ, રાજકોટ જીમખાના કલબ, ઇત્યાદી તથા રાજકોટ રાજયના ભાયોતો પધારી પૂજય દાદાને એક આદર્શ શ્રેષ્ઠ રાજવી અને રાજનીતિજ્ઞ જેમને વિનય, વિવેક: વિનમ્રતા અને વિદ્વતા થી ભરપુર તેવા પ્રજાવત્સલ ઋષિતુલ્સ વ્યકિતત્વને અને તેમના પ્રજાકિય અને સામાજીક કાર્યોને બિરદાવ્યા હતા.
મુઠી ઉચેરા માનવી માટે અને રાજપરિવાર માટે સમાજની સંવેદનાથી ગદગદીત થયેલા ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહજી અને યુવરાજ સાહેબ જયદિપસિંહ તથા રાજપરિવારે પ્રત્યેક વ્યકિત માટે હ્રદયપૂર્વક આભારની લાગણી વ્યકત કરી હતી.