મધ્ય પ્રદેશ તરફથી યશ દુબે અને શુભમ શર્માએ શાનદાર સેન્ચુરી ફટકારી
મધ્યપ્રદેશ- મુંબઈ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે જેમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 374 રન બનાવ્યા હતા જે બાદ એમપીએ કાંટાની ટક્કર આપી રહી છે અને 300થી વધુ રન ત્રણ વિકેટ ગુમાવીની બનાવી દીધા છે. આ દરમિયાન યશ દુબે અને શુભમ શર્માએ શાનદાર સેન્ચુરી ફટકારી છે.
મુંબઈની ટીમ ઓલઆઉટ થયા પછી મધ્યપ્રદેશ માટે યશ અને હિમાંશુએ ઓપનિંગ કરી હતી જોકે, હિમાંશુ માત્ર 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના આઉટ થયા બાદ શુભમન ક્રીઝ પર આવ્યા હોત જેણે યશ સાથે મજબૂત ભાગીદારી કરીને બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી.
શુભમે 215 બોલમાં 116 રન બનાવ્યા હતા જેમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે તેમજ યશે 336 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 133 રન બનાવ્યા હતા જેના પગલે મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 300થી વધુ રન બનાવ્યા છે.
રજત પાટીદાર અડધી સદી સાથે અને આદિત્ય બેટિંગ કરી રહ્યા છે. મધ્યપ્રદેશનું પ્રથમ લક્ષ્ય સરસાઈ મેળવવાનું હશે જે આશા તેઓએ જીવંત રાખી છે. રમતના અંતે તેઓનો સ્કોર 1 વિકેટે 123 રનનો હતો. ઓપનર યશ દુબે 44 અને શુભમ શર્મા 41 રને રમતમાં હતા. બંને વચ્ચે 76 રનની અણનમ ભાગીદારી નોંધાઈ છે. હજુ જોરદાર ફોર્મ અને પ્રતિભા ધરાવતા રજત પાટીદાર, કેપ્ટન શ્રીવાસ્તવ અને રઘુવંશી બેટિંગમાં આવવાના બાકી છે.મધ્યપ્રદેશના જમણેરી મીડીયમ ફાસ્ટ બોલર ગૌરવ યાદવે 106 રનમાં 4 અને અનુભવ અગરવાલે 81 રનમાં 3 વિકેટ ઝડપી હતી.