બેંગલુરૂના એમ.ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં
મયંક અગ્રવાલ, મનિષ પાંડે, શ્રેયસ ગોપાલ અને દેવદત્ત પડીકલ જેવા સ્ટાર ખેલાડીઓના કારણે કર્ણાટકની ટીમ સૌરાષ્ટ્ર કરતા વધુ મજબૂત
રણજી ટ્રોફીના બીજા સેમિફાઈનલમાં આવતીકાલથી બેંગલુરૂના એમ.ચીન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કર્ણાયક અને સૌરાષ્ટ્ર વચ્ચે જંગ જામશે જ્યારે પ્રથમ સેમિફાઈનલમાં ઈન્દોર ખાતે મધ્યપ્રદેશ અને બંગાળ વચ્ચે ટક્કર થશે.
અત્યંત રસાકસીભર્યા મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પંજાબને 71 રને હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશ ર્ક્યો છે. ગત વર્ષના રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમમાં હાલ નિયમીત સુકાની જયદીપ ઉનડકટ અને સ્ટાર બેટસમેન ચેતેશ્ર્વર પુજારાની ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીના પ્રથમ બે ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્રે જબરદસ્ત ટીમ વર્કથી પંજાબને કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. કાગળ પર કર્ણાટકની ટીમ સૌરાષ્ટ્ર કરતા વધુ મજબૂત જણાય રહી છે. સુકાની મયંક અગ્રવાલ, મનિષ પાંડે, દેવદત પડીકલ અને શ્રેયસ ગોપાલ જેવા સ્ટાર ખેલાડીઓ છે. જેની સામે સૌરાષ્ટ્રની ટીમ થોડી નબળી જણાય રહી છે. જો કે, છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની ટીમના યુવા ખેલાડીઓ બેટ અને બોલની મદદથી ખુબજ સારો દેખાવ કરી રહ્યાં છે જે ટીમ માટે સૌથી મોટુ જમા પાસુ છે. કર્ણાટકની ટીમ છેલ્લા પાંચ મેચમાંથી ચાર મેચમાં વિજેતા બની છે. જ્યારે એક મેચ ડ્રોમાં પરિણમી છે. ટ્રેકમાં પાંચ મેચથી કર્ણાટક અજેય છે. જેની સામે લીગ રાઉન્ડમાં ટોચ પર રહેલી સૌરાષ્ટ્રની ટીમે છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યોછે.
ઘર આંગણે સેમી ફાઈનલ મેચ રમાતો હોવાનો બેનીફીટ પણ કર્ણાટકને મળશે. સૌરાષ્ટ્રની ટીમ ગત સીઝનમાં રણજી ટ્રોફી ચેમ્પિયન બની હતી. આ એડવાન્ટેજ સાથે ટીમ મેદાનમાં ઉતરશે. બીજી એક સેમી ફાઈનલમાં મધ્યપ્રદેશ અને બંગાળ વચ્ચે ટક્કર થશે. બન્ને સેમીફાઈનલમાં વિજેતા બનનારી ટીમો વચ્ચે 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ રમાશે.