સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાય રહેલી સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચેની ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ ડ્રોમા પરિણામી છે. અણનમ 243 રનની ઈનીંગ રમનાર ટીમ ઈન્ડીયાના આધારભૂત બેસ્ટમેન ચેતેશ્ર્વર પુજારાના મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને ત્રણ પોઈન્ટ આપવામાં આવ્યા છે જયારે ઝારખંડને માત્ર એક પોઈન્ટથી સંતોષ માનવો પડયો હતો.
પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને મળ્યા ત્રણ પોઈન્ટ
ટોસ જીતી પ્રથમ ફિલ્ડીગ લેનાર સૌરાષ્ટ્રે ઝારખંડને પ્રથમ દાવમાં માત્ર 142 રનમાં ઓલઆઉટ કરી દીધુ હતુ જેના જવાબમાં સૌરાષ્ટ્રે પોતાના પ્રથમ દાવમાં ચેતેશ્ર્વર પુજારાના અણનમ 243 રન અને પ્રેરક માંકડના અણનમ 104 રનની મદદથી ચાર વિકેટના ભોગે 578 રન બનાવી દાવ ડીકલેર કરી દીધો હતો.
આજે મેચના અંતિમ દિવસે ઝારખંડે ત્રણ વિકેટના ભોગે 223 રન બનાવી લીધા હતા. દરમ્યાન મેચ નિશ્ર્ચિત પણે ડ્રો તરફ આગળ જઈ રહ્યો હોય બંને. ટીમના કેપ્ટને મેચ પુૂરો કરવાની સહમતી આપી હતી.
સૌરાષ્ટ્રે પોતાના પ્રથમ દાવમાં લીડ હાંસલ કરી હોય તેને નિયમ મુજબ ત્રણ પોઈન્ટ પ્રાપ્ત થયા હતા. જયારે ઝારખંડને માત્ર એક પોઈન્ટ મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પ્યન બની હતી.