એલીટ-બી ગ્રુપમાં સૌરાષ્ટ્ર પોઇન્ટ ટેબલમાં ટોપ પર, તામીલનાડુ પાંચમા ક્રમે: પુજારા, જાડેજા, ઉનડકટની હાજરીથી ટીમ સૌરાષ્ટ્ર મજબૂત
ચેન્નાઇ ખાતે આવતીકાલથી સૌરાષ્ટ્ર અને તાલીમનાડુ વચ્ચે ચાર દિવસીય રણજી ટ્રોફી મેચનો આરંભ થશે. ટીમઇન્ડીયાના સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાયસીથી સૌરાષ્ટ્રની ટીમ વધુ મજબુત બની છે. ચેતેશ્ર્વર પુજાર, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરીયા જેવા ચાર ચાર ઇન્ટરનેશનલ ખેલાડીઓની હાજરીથી સૌરાષ્ટ્રની ટીમ વધુ મજબુત બની છે. તાલીમનાડુ સામેની મેચમાં સૌરાષ્ટ્રની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે.
રણજી ટ્રોફી એલીટ-બી ગ્રુપમાં સૌરાષ્ટ્રની ટીમ હાલ ર6 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. સૌરાષ્ટ્રની ટીમ કુલ છ મેચ રમી છે. જેમાંથી ત્રણ મેચમાં સૌરાષ્ટ્રનો વિજય થયો છે. જારે બે મેચ ડ્રોમાં પરિણામી છે. આંધ્ર પ્રદેશ સામેની મેચ 1પ0 રને કારમો પરાજય થયો હતો. ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલ રાઉન્ડર છેલ્લા ઘણા સમયથી ઇજાના કારણે ટીમની બહાર છે. જાડેજાનો ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૂર્વ તેને ડોમેસ્ટીક ક્રિકેટ રમી પોતાની ફીટનેસ સાબિત કરવા બીસીસીઆઇ દ્વારા તાકીદ કરવામાં આવી છે. જેના ભાગરુપે રવિન્દ્ર જાડેજા આવતીકાલથી શરુ થઇ રહેલી તામીલનાડુ સામેની ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રની ટીમમાં જોડાશે. તેઓની વાપસીથી સૌરાષ્ટ્રની ટીમ મજબુત બની જવા પામી છે.
ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા જેવા ચાર-ચાર ઇન્ટરનેશનલ સ્ટાર ખેલાડીઓની હાજરીથી સૌરાષ્ટ્રની ટીમ મજબુત બની છે.
કાલથી ચેન્નાઇ ખાતે ચાર દિવસી. રણજી ટ્રોફીમાં એલીટ-બી ગ્રુપની મેચનો આરંભ થશે. તાલીમનાડુની ટીમ 1પ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે છે. જયારે સૌરાષ્ટ્રની ટીમ ર6 પોઇન્ટ સાથે ટોપ પર છે. આંધ્ર પ્રદેશ સામેની મેચમાં કારમા પરાજય બાદ સૌરાષ્ટ્રની ટીમ ફરી જીતના ટ્રેક પર આવવા માટેના પ્રયાસો કરશે. લીગ રાઉન્ડનો આ છેલ્લો મેચ છે.