આવતીકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફી ર૦૧૯-ર૦ એલીટ ગ્રુપનો મેચ સૌરાષ્ટ્ર અને મુંબઇ વચ્ચે રમાશે. આ મેચની બંને ટીમો નીચે મુજબ છે.
સૌરાષ્ટ્ર ટીમ: જયદેવ શાહ (કેપટન), શેલ્ડોન જેકસન, સ્નેલ પટેલ, અર્પિત વસાવડા, પ્રેરક માંકડ, ચિરાગ જાની , હાર્દિક જાની , હાર્વિક દેસાઇ, સમર્થ વ્યાસ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમલેશ મકવાણા, કૃષાંગ પટેલ, ચેતન સાકરીયા, પાર્થ ભૂત, અવી બારોટ, દિવ્યરાજ ચૌહાણ, જય ચૌહાણ જ્યારે હેડ કોચ કરસન ઘાવરી, કોચ નીરજ ઓડેદરા, ટીમ મેનેજર મોહનસિંહ જાડેજા, ફીઝીયો અભિષેક ઠાકર છે.
જ્યારે મુંબઇ ટીમ: આદિત્ય તરે (કેપટન,વિકેટ કીપર), સિઘ્ધેશ લાડ, સુર્યકુમાર યાદવ, ભૂપેન લાલવાણી, સરફરાજખાન, શુભમ રાંજણે, આકાશ પારકર, જય બિસ્તા, શામ્સ મુલાણી, વિનાયક ભોર, રોયસ્ટોન ડાયસ, દીપક શેટી, તુષાર દેશપાંડે, અકીબ કુરેશી, શશાંક અતાડે જ્યારે કોચ વિનાયક સામંત, બોલીંગ કોચ પ્રદી સુંદરમ, મેનેજર અજીંકય નાયક, ફીઝીયો અભિષેક સાવંત છે.
મેચનો સમય: પ્રથમ સેશન/સવારે ૯.૩૦ થી ૧ર.૦૦, લંચ બ્રેક/ ૧ર.૦૦ થી ૧ર.૪૦, બીજું સેશન/ ૧ર.૪૦ થી ર.૪૦, ટી બ્રેક/ ર.૪૦થી ૩.૦૦, તૃતીય સેશન/ ૩.૦૦ થી ૪.૩૦ છે.
ચોથા દિવસે મેન્ડેટરી ઓવર પુરી કરવા માટે મેચ સવારે ૯.૧પ કલાકે શરૂ થશે.આ મેચ હોટસ્ટાર પર લાઇવ ટેલીકાસ્ટ થશે. સૌરાષ્ટ્રની ટીમ છ મેચ રમી છે.જેમાં સૌરાષટ્ર હિમાચલ સામે, રેલવે સામે અને બરોડા સામે જીતી છે.યુપી સામે ઘર આંગણે હારી હતી.કર્ણાટક સામેનો મેચ ડ્રો થયો હતો.પોઇન્ટ ટેબલમાં ૬ મેચમાં ૩ જીત્યા,બે ડ્રો થવા સાથે રપ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.