સદગુરુદેવે વર્ષો પહેલા કરેલો સંકલ્પ સાર્થક થયો
પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુએ વર્ષો પહેલા આફ્રિકામાં ત્યાંના ગરીબ લોકો કે જેઓ પાસે પહેરવા કપડા નથી. પૈસા નથી તેવા અતિગરીબ લોકોને જોઇને તેઓએ સંકલ્પ કરેલ હતો. કે ‘યહાં કે ગરીબ લોકો કે આંખકી જયોતિ કે લીયે મૂઝે નેત્રયજ્ઞ કરના હૈ’એ સંકલ્પને સાર્થક કરીને રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા
સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞનો પ્રારંભ ર૪ એપ્રિલના રોજ પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુના જીવન સંદેશ ‘મુઝે ભુલ જાના, પર નેત્રયજ્ઞકો નહિ ભૂલના’ને સાર્થક કરીને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આફ્રિકાના અતિ પછાત ગરીબ અને જરુરીયાત મંદ લોકો માટે તથા પૈસાના અભાવને કારણે ત્યાંના લોકો આંધળા ન થઇ જાય તે માટે વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞનો કેમ્પનો પ્રૅરંભ કરવામાં આવેલ છે.
આફ્રિકામાં કેમ્પનો પ્રારંભ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણી દ્વારા પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની આરતી ઉતારી તથા દિપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવેલ છે. આફ્રિકાનાં કેન્યાના ગરીબ વિસ્તારમાંથી આંખના મોતીયાના ઓપરેશન કરવા આવેલ તમામ દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-નાસ્તો, દવા ટીપાં નેત્રમણી વિગેરે તમામ સુવિધાઓ વિનામૂલ્યે જ આપવામાં આવે છે.
આમ ગુજરાત રાજય તથા ભારત બાદ હવે આફ્રિકામાં ત્યાંના ગરીબ અને પછાત વિસ્તારમાં જઇને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્૫િટલ રાજકોટ દ્વારા ત્યાંના ગરીબ લોકો પૈસાને અભાવે આંધળા ના થાય તે માટે વિનામૂલ્યે સદગુર નેત્રયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.