અયોધ્યામાં રામમંદિર અને રાફેલ સોદામાં મોદી સરકારને કિલનચીટ આપવાનું કારણ રાજયસભાનું સાંસદ પદ ઈનામમાં મળ્યાના વિપક્ષોના આક્ષેપોનું ખંડન કરતા પૂર્વ સીજેઆઈ ગોગોઈ
દેશના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ રાજયસભાના સાંસદ તરીકેના શપથ લીધા ત્યારે તેમની આંખોમાં સ્પષ્ટ પણે ઝંઝાવાત દેખાતો હતો પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ વિપક્ષોના વિરોધની આક્રમક નોંધ લઈને જણાવ્યું હતુ કે ન્યાય તંત્રની સ્વાયતતા જોખમમાં છે. કારણ કે ન્યાયતંત્ર પર ગૌરવ લેનારાઓની જ અડધોઅડધ જેટલા લોકોની લોબી સતત એવું ઈચ્છી રહી છે કે ન્યાયતંત્રનું વલણ પોતાની ઈચ્છા મુજબ રહે જો ન્યાયધીશનું ન્યાય તેમની ઈચ્છા મુજબ આવે તો તેમને તકલીફ પડે છે. ન્યાયતંત્રની સ્વાયત્તતાનો અર્થ એ થાય છે કે દેશના અર્થતંત્ર પર હાવી રહેતા અડધો ડઝન જેટલા વ્યકિતઓની ઉપરવટ જઈને જો ન્યાયધીશા તટસ્થ રીતે ન્યાય કરે તો તે ન્યાયતંત્રના સ્વાયતતા કહેવાય છે. અત્યારે ન્યાયતંત્ર પર કેટલાક લોકો હાવી થઈ ગયા છે. અને મહંદશે ન્યાયતંત્રની સ્વાયતતા રહી નથી.
કેટલાક લોકો ન્યાયધીશને દબાવે છે જો મુકદમાઓનાં ચૂકાદાઓનાં પોતાની મનસુબી અને વકિલાત ન ચાલે તો આવા લોકો ન્યાયધીશને તમામ પ્રકાર દબાવવાનું પ્રયાસ કરે છે. મને સતત એ વાતનો ભય રહે છે. કે જે ન્યાયધીશો આવા લોકોની મદદ કરતા નથી તેમને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે ન્યાયધીશો શાંતિથી નિવૃત થવા ઈચ્છતા હોય તે લોકો સામા પૂરે ચાલી શકતા નથી.તેમ રાજયસભના સભ્ય તરીકે નામાંકન ભર્યા બાદ પૂર્વ ન્યાયમૂર્તિ ગોગોઈએ શપથ લીધા બાદ પોતાના મત વ્યકત કર્યો હતો.
રંજન ગોગોઈએ એ આક્ષેપોનું ખંડન કર્યું હતુ કે તેમનું આ નામાંકન અયોધ્યા અને રાફેલ ચૂકાદાઓ માટે ઈનામી પુરસ્કાર છે. તેમણે આ વાતનો છેદ ઉડાડી દીધો હતો કારણ કે તે પોતે ન્યાયતંત્રને બાનમાં રાખનારા છાપેલા કાટલાઓ સામે સતત સંઘર્ષમાં રહ્યા હતા. એક ન્યાયધીશાપોતે લીધેલા શપથનું સન્માન ત્યારે નથી જાળવી શકતા કે જયારે તે પોતાની પાસે ચાલતા મુકદમાઓમાં તટસ્થ પૂણે પોતાના વિચાર મુજબ ચૂકાદાઓ ન આપે જો દેશના કહેવાતા અડધશે ડઝન જેટલા વગદાર લોકો કહે તેમ ન્યાયમૂર્તિ ચૂકાદાઓ આપવા માંડજો ન્યાયધીશના શપથના કોઈ મતલબ રહેતો નથી મેં હંમેશા મારા અંતર આત્માનો જ અવાજ સાંભળ્યો છે. મે એજ કયુર્ંં છે જે મને સાચુ લાગ્યું છે નહિ તો હું કયારેય જજના ધર્મ અને સત્યના માર્ગે ચાલી ન શકત તેમ રંજન ગોગોઈએ જણાવ્યું હતુ.
પૂર્વ ન્યાયમૂર્તિ જન ગોગોઈએ વધુ જણાવ્યું હતુ કે જાન્યુ. ૨૦૧૮ની ઘટના મને બરાબર યાદ છે જયારે હું પત્રકાર પરિષદ સંબોધવા જતો હતોત યારે હું ન્યાયતંત્રમાં કહેવાતી પ્રભાવી લોબીનો માનીતો હતો અને તે લોકો એવું ઈચ્છતા હતા કે ન્યાયધીશા તેઓ કહે તેમ ચૂકાદાઓ આપે અને તોજ તેવો ન્યાયમૂર્તિઓને સ્વાયત્તતાનું પ્રમાણપત્ર આપતા હતા પરંતુ મે કયારેય અદાલતની બહારની અપેક્ષાઓને ચૂકાદા અને સુનાવણીમાં સામેલ થવા દીધી નહતી. મેં હંમેશા મારી અંતરઆત્માનો આવાજ સાંભળ્યો હતો. નહિતો હું કયારેય જજ તરીકે યોગ્ય પૂરવાર ન થાત તેમણે જણાવ્યું હતુ કે તેમની સાથષ અન્ય ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ પણ આવી જ દબાણની અનૂભૂતિ કમી હોય આ ખંડપીઠમાં વર્તમાન મૂખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા પણ સામેલ હતા. મેં કયારેય કોઈના અભિપ્રાયોને ધ્યાનમાં લીધા નથી અને કોઈથી અને કોઈના અભિપ્રાયોથી જરાપણ ડર્યો નથી.
મારા પત્નિ સિવાય મારા મંતવ્યના વલણથી બીજાઓને શું મુશ્કેલી પડશે તે મારી સમસ્યા નહતી બીજાઓની સમસ્યાઓનો ઉકેલ તેમને કરવાનો હોય છે. મારે નહિ શું હું વિવાદોથી ડરતો હતો ? જો આમ થાય તો હું ન્યાયધીશ તરીકે કામ કરી શકું? અયોધ્યાનાજ ચૂકાદાની વાત કરીએ તો તે પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ દ્વારા લેવાયેલો નિર્ણય હતો. રાફેલ સોદામાં પણ ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. મને મહત્વના ચૂકાદાઓમાં સામેલ ન્યાયમૂર્તિઓને કોઈ પ્રશ્ર્ન ન હતો પછી આ કાર્યવાહીમાં કોઈ સંદેહ કેમ હોય ?
રંજન ગોગોઈએ વધુમાં જણાવ્યું હતુ કે ન્યાયમૂર્તિઓ પોતાનું કામ મૂકમને અને સાચો રસ્તો અખત્યાર કરવા માટે ન્યાયમૂર્તિ પર ભારે દબાણ હોય છે. અને ભારે સંઘર્ષમય માનસિકતા વચ્ચે કામ કરવાનું હોય છે. પ્રજાની આશા અને ન્યાયતંત્રને પોતાના વશમાં રાખવાની મહેચ્છા ધરાવતી વગદાર લોબી વચ્ચે ન્યાયધીશને ચુપચાપ સાચા રસ્તે આગળ વધવાનું હોય છે.પણ હવે હું ચુપ નહિ રહું તેમણે રાજયસભાના સાંસદ તરીકે શપથ લેવા પાછળ હવે પોતે સારી રીતે દેશ જેવો કરવા ઈચ્છે છે તેવી ઈચ્છા રાખી હતી.ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ સાંસદ તરીકેની ઈનિંગ શરૂ કરતાની સાથે પોતાના મનની વાત પ્રજા સમક્ષ મૂકી દેવાનું શરૂ કર્યું છે.