તમારા જીવનમાં વાસ્તુ જ્યોતિષને લગતા કોઈપણ પ્રશ્નો કે મૂંઝવતી સમસ્યાઓના સમાધાન માટે વોટ્સએપ નમ્બર ૬૩૫૫૨ ૧૭૯૨૧ ઉપર તમારું નામ, જન્મતારીખ, જન્મ સ્થળ સહિતની વિગતો મોકલી વાસ્તુ જ્યોતિષી મેહુલ સોલંકી પાસેથી પ્રશ્નોના સમાધાન મેળવી શકશો.
વાસ્તુનો શાબ્દિક અર્થ “નિવાસ સ્થાન થાય છે. વાસ્તુના સિદ્ધાંત પ્રમાણે નિવાસ સ્થાનમાં પંચતત્વ એટ્લે કે પાણી, પૃથ્વી, વાયુ અગ્નિ અને આકાશ તત્વો વચ્ચે એક સામંજસ્ય સ્થાપિત કરવામાં આવે છે. ઘરમાં કે કાર્યસ્થળમાં આ પંચતત્વની ઉર્જાનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડતો હોય છે. વાસ્તુ શાસ્ત્ર ભારતની પ્રાચીનતમ વિદ્યાઓમાથી એક છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉર્જાની યોગ્ય વહેંચણી કરવામાં આવે તો સારો ફાયદો થાય છે. આજે વાસ્તુ માટે વાસ્તુ શાસ્ત્રીઓ મસ મોટી ફી લેતા હોય છે ત્યારે અબતકના “વાસ્તુ જ્યોતિ કાર્યક્રમ થકી લોકોને ઘરે બેઠા વાસ્તુને લગતી સચોટ માહિતી આપવામાં આવે છે. જેથી લોકો ઘરે બેઠા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે.વાસ્તુ જ્યોતિ કાર્યક્રમમાં માત્ર વાસ્તુ જ નહીં પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અને આંકડા શાસ્ત્રની માહિત પણ આપવામાં આવે છે.
આ કાર્યક્રમમા અલગ અલગ વિષય પર ચર્ચા કરીને દર વખતે નવીનતમ માહિતી આપવામાં આવે છે. વાસ્તુ જ્યોતિ ભાવિના ભીતરમાં આજે દિવાળી મહાપર્વમાં થતી કેટલીક વિશેષ પ્રવૃતિઓ વિશે ચર્ચા કરીશું. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યાં આકારની અને ક્યાં રંગો સાથે કેવી ડિઝાઇનની રંગોળી કરવી તેની માહિતી મેળવીશું. વાસ્તુ જ્યોતિષ મેહુલભાઈ સોલંકી દ્વારા જણાવેલ આ ઉપાયો અજમાવશો તો સો ટકા આ વર્ષની તમારી દિવાળી શુભ નિવડશે અને ઘરમાં અઢળક સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તો આવો જાણીએ દિવાળીમાં કરવા યોગ્ય કેટલાક વિશેષ ઉપાયો.
દિવાળી મહાપર્વમાં એવા ઘણા કર્યો હોય છે જેના દ્વારા આવનારા સમયમાં અઢળક ફાયદાઓ થાય છે. મેહુલભાઈના જણાવ્યા અનુસાર દિવાળીમાં જો યોગ્ય દિશા, યોગ્ય રંગો અને યોગ્ય ડિઝાઇન વાળી રંગોળી કરવાથી ઘરમાં કે કામના સ્થળે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
ઘરના મુખ્યદ્વારની દિશા પ્રમાણે રંગોળીના આકાર, રંગો અને સ્થાનની પસંદગી કરવી
ઘર કે કામના સ્થળે મુખ્યદ્વાર પર રંગોળી કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેથી રંગોળી કરવા માટે દિશા, રંગ અને આકાર યોગ્ય હોવા જોઈએ. જે લોકોના ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્તર દિશામાં હોય તેઓએ ઈશાન ખૂણા સુધીના એરિયામાં આછો વાદળી કે ઘાટો બ્લુ અથવા તો બ્લુ રંગના રેંજનો જ વધુ ઉપયોગ કરવો. ઉપરાંત સફેદ, પીળા અને કાળા રંગનો પણ ઉપયોગ કરી શકાય. આવા રંગોથી બનાવેલી રંગોળી વેવી શેઇપમાં બનાવવાથી વધુ શુભ રહે છે. પૂર્વ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર આવતો હોય તેવા સ્થાનો પર લીલા રંગની રંગોળી લાભદાયી નીવડે છે. ઉપરાંત આવા લોકેશનમાં ગ્રીન સાથે બ્લુનો પણ ઉપયોગ કરી શકાય. રંગોળીનો આકાર લંબ ચોરસ કે વેવી હોવો જોઈએ.
દક્ષિણ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર હોય તો આવી જગ્યાએ લાલ રંગની ત્રિકોણ કે લંબ ચોરસ રંગોળી બનાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઉપરાંત દક્ષિણ દિશાનો પ્રવેશદ્વાર આર્થિક અને સારી ઓળખ ઉભી કરવા મહત્વની છે. એટલે આવી જગ્યાએ વધુમાં વધુ લાલ અને ગુલાબી રંગનો ઉપયોગ કરવો. પશ્ચિમ દિશામાં પીળા રંગની રંગોળી કરવી જેથી આ દિશાની તમામ નેગેટિવિટી દૂર થાય છે. આ દિશામાં પીળા રંગનો વધુ ઉપયોગ કરવો અને ચોરસ કે ગોળ આકારમાં રંગોળી દોરી શકાય. ખાસ પશ્ચિમ દિશામાં લીલા કલરનો ઉપયોગ ક્યારેય ન કરવો.
આજ આર્ટિકલ ને વિડિઓ સ્વરૂપમાં જોવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો :