અબ્દુલ કલામ, પ્રમુખસ્વામી મહારાજ, નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, પૂજય મોરારીબાપુ સહિતના મહાનુભાવોને રંગોળી પર જીવંત કર્યા

તાજેતરમાં દિલ્હીના ફરીદાબાદ ખાતે યોજાયેલ મેજીક બુક ઓફ રેકોર્ડ વર્ષે 2022 સન્માન સમારંભમાં ભારતના 18 રાજ્યોમાંથી આશરે 90 જેટલા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો પધારેલ હતા. તેમાં ગુજરાત રાજકોટથી રંગોળી કલાના કસબી પ્રદીપ દવેએ પ્રતીનીધીત્વ કરેલ. તેઓને મેજિક બુક ઓફ ઇન્ડિયા દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરાઈ હતી. રંગોળી કલામાં ઓનેનરી ડોક્ટર (રંગોળીમાં પી.એચ.ડી પદવી)નું સન્માન મેળવનાર ગુજરાતમાં પ્રદિપ દવે પ્રથમ રંગોળી કલાકાર બન્યા છે. આ સન્માન સમારંભમાં પ્રદીપ દવે પાણીની પર રંગોળી બનાવી વિવિધ રાજ્યોમાંથી આવેલા નિષ્ણાંતોને દંગ કરી દીધેલ હતાં.

છેલ્લા 35 વર્ષથી વિવિધ પ્રકારની 35 થી પણ વધારે પ્રકારની પોતાની આત્મસૂઝથી રંગોળીઓનું સર્જન કરનાર વિશ્ર્વવિખ્યાત રંગોળીકાર પ્રદીપ આર દવેને મેજિક બુક ઓફ ઇન્ડિયા એ માનદ ડોક્ટરનો એવોર્ડ એનાયત કરી તેઓની રંગોળી કલાને બિરદાવી અને સન્માન કરેલ છે. માહિતી ખાતાના ભૂતપૂર્વ કર્મચારી એવા પ્રદીપ દવે જમીન પર, પાણી ઉપર, પાણીની અંદર, પાણીની વચ્ચે, હવામાં, અગ્નિ પર, મોરપીંછ પર વગેરે વિવિધ પ્રકારની 35 થી પણ વધારે પ્રકારની રંગોળીઓનું સર્જન પોતાની આત્મસુઝથી કરેલ છે. એ માટે મેજિક બુક ઓફ ઇન્ડિયાએ 2022ના વર્ષની ઓનરરી ડોક્ટરની પદવી એનાયત કરેલ છે.

મેજિક બુક ઓફ ઇન્ડિયાએ 2022ના વર્ષની રંગોળી કલામાં ઓનેનરી ડોક્ટર (રંગોળીમાં પી.એચ.ડી. પદવી) પ્રાપ્ત કરતા પ્રદીપ દવે રાષ્ટ્રીય કક્ષા એ પોતાની રંગોળી કલા દ્વારા રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.