સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહીત કરવા ગીફટ આપવામાં આવી
કેશોદની સુવિધા મહીલા મંડલ છેલ્લા બત્રીસ વર્ષથી કાર્યરત છે. જે વિવિધ સેવાકીય કાર્યો કરે છે રંગોળી સ્પર્ધામાં બાળકો યુવતીઓ મહીલાઓની કલાને પ્રોત્સાહન મળે તેથી છેલ્લા તેર વર્ષથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરે છે જેમાં બાળકો યુવતિઓ મહીલાઓ ભાગ લે છે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ગીફટ અને એકથી ત્રણ નંબર મેળવનારને પ્રોત્સાહીત ગીફટ આપવામાં આવે છે.
આ વર્ષે રંગોળી સ્પર્ધાની સાથે ગોપાલ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ છ મહીલાઓને ગેસ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉ૫સ્થિત આગેવાનોનું સુવિધા મહીલા મંડળના સભ્યો દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમજ ગાંધીજીનું પુસ્તક ભેટ આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમ આઇસીડીએસ સીડીપીઓ મંગળાબેન મહેતાના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. સ્પર્ધકો મહીલાઓ ગોપાલ ક્રિષ્ના ગેસ એજન્સીના માલીક હમીરભાઇ ભેડા, વિગેરે ઉ૫સ્થિત રહયા હતા.